અમદાવાદ-વડોદરા હાઇવે પર બસે મારી પલટી, 2 લોકોના ઘટનાસ્થળે કરુણ મોત
ગતરોજ રાતે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર એક બસ રોડની રેલિંગ તોડીને 25 ફૂટ નીચે પડી હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. નડિયાદના એસપી રાજેશ ગઢિયાએ જણાવ્યું કે, બસ અમદાવાદથી પુણે જઈ રહી હતી જેમાં 23 જેટલા મુસાફરો સવાર હતા. સિમેન્ટના ટેન્કરના ચાલકે અચાનક ડાબો વળાંક લીધો હતો જેના કારણે બસ અથડાઈ હતી. બે લોકોના મોત થયા છે. ટેન્કર ચાલક સામે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
બસ પલટી મારી જતાં જ સામે આવતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ બાદ, તંત્રને જાણ કરવામાં આવતા 4 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ સાથે, એક ક્રેન પણ મંગાવવામાં આવી હતી, જેના દ્વારા પલટી મારેલી બસને સીધી કરવામાં આવી હતી.
બસ પલટી મારવાનું કારણ હજૂ સુધી જાણી શકાયું નથી, પરંતુ હાજર લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ બસનો ડ્રાઈવર રફ ડ્રાઈવિંગ કરતો હોવાથી આ ઘટના બની છે અને તમામ લોકોના જીવ જોખમમાં મુકી દીધા હતા.