ઈન્ડિગોની મુંબઈ-દિલ્હી ફ્લાઈટને બોમ્બની ધમકી, ફલાઇટ કરાઈ અમદાવાદ ડાયવર્ટ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

બોમ્બ હોવાની ધમકી મળતાં બુધવારે મુંબઈથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. જોકે, બાદમાં જાણવા મળ્યું કે આ એક અફવા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનને અલગ કરવામાં આવ્યું હતું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. પીટીઆઈના સમાચાર મુજબ, સંપૂર્ણ તપાસ બાદ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું અને વિમાન બુધવારે સવારે દિલ્હી માટે રવાના થયું હતું. હાલમાં જ બોમ્બ હોવાની ઘણી ખબરો સામે આવી છે.

સમાચાર અનુસાર, સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે, મંગળવારે રાત્રે મુંબઈથી ફ્લાઈટ ટેકઓફ થયા પછી તરત જ એક અજાણ્યા વ્યક્તિએ ટ્વીટ દ્વારા દાવો કર્યો કે પ્લેનમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે, જેમાં લગભગ 200 મુસાફરો અને ના સભ્યો બોર્ડ પર હતા. મુંબઈ એટીસી દ્વારા ચેતવણી આપવામાં આવ્યા બાદ, પાઈલટોએ અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય કર્યો, જે પ્લેન દિલ્હી જઈ રહ્યું હતું ત્યારે સૌથી નજીકનું એરપોર્ટ હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.