દક્ષિણ દિલ્હીની શાળાઓમાં બોમ્બની ધમકી, આખું કેમ્પસ કરાયું ખાલી
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની એક શાળાને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી દક્ષિણ દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારની એક ખાનગી શાળાને ઈમેલ દ્વારા આપવામાં આવી છે. શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અરાજકતાનો માહોલ સર્જાયો હતો.
શાળા પ્રશાસને તરત જ દિલ્હી પોલીસને આ બાબતની જાણ કરી હતી. પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને શાળામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શાળામાં બોમ્બ હોવાના સમાચાર ખોટા હોવાનું બહાર આવ્યું છે. ઝીણવટભરી તપાસ બાદ શાળાના પરિસરમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.
ઈમેલ દ્વારા શાળાને ઉડાવી દેવાની ધમકી મળી
પોલીસે જણાવ્યું કે શાળાને અડધી રાત્રે ધમકીનો મેલ મળ્યો હતો. ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે શાળાના પરિસરમાં બોમ્બ મુકવામાં આવ્યો હતો. બોમ્બ ડિટેક્શન ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. તપાસ માટે ડોગ સ્ક્વોડ પણ તૈનાત કરવામાં આવી હતી.