એક વર્ષ પછી ડ્રમમાંથી લાશ મળી, આંધ્રપ્રદેશમાં પતિએ પત્નીની હત્યા કરી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ્ના મદૂરવડામાં એક હત્યાનો ભાંડો ફૂટયો હતો. એક વર્ષ પહેલાં પતિએ પત્નીની હત્યા કરીને લાશના ટૂકડા ડ્રમમાં નાખી દીધા હતા અને નાસી ગયો હતો. ભાડુ ન મળતાં મકાન માલિકે ઘરનો દરવાજો તોડયો ત્યારે હત્યાનો ભાંડો ફૂટયો હતો. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
વિશાખાપટ્ટનમના મદૂરવડામાં એક પતિ-પત્ની ભાડાના ઘરમાં રહેતા હતા. એકાદ વર્ષ પહેલાં ભાડૂઆતે મકાન માલિકને કહ્યું હતું કે તેની પત્ની ગર્ભવતી છે અને તેની પાસે ભાડાના પૈસા હાલ પૂરતા નથી. તેથી મકાન ખાલી કરે છે અને સામાન થોડા વખત પછી લઈ જશે. એ ઘટના પછી મકાન માલિકે થોડી રાહ જોઈ પરંતુ સામાન લેવા માટે ભાડૂઆત આવ્યો ન હતો.
મકાન માલિકે આખરે ભાડૂઆતની ઘણી રાહ જોયા પછી તેનો સામાન ઘરમાંથી હટાવવા માટે ઘરનું તાળું તોડી નાખ્યું હતું. એમાંથી તેને બદબૂ આવતી જણાઈ હતી. તપાસ કરતાં એક ડ્રમમાંથી મૃતદેહના ટૂકડાં મળી આવ્યાં હતાં. મકાન માલિકે પોલીસને જાણ કરી હતી. પોલીસને શંકા છે કે એ લાશ ભાડૂઆતની પત્ની છે અને પતિ હત્યા કરીને લાશના ટૂકડાં ડ્રમમાં મૂકીને નાસી ગયો હતો.
મકાન માલિકનું માનવું છે કે ભાડૂઆતે ઘર ખાલી કર્યાનું કહીને ઉપરથી તાળું મારી દીધા બાદ પાછળના દરવાજેથી લાશને ઠેકાણે પાડવા આવ્યો હોવો જોઈએ. મૃતદેહ એક વર્ષ દરમિયાન સડી ગયો છે. એના ટૂકડાં એકઠાં કરીને પોલીસે તપાસ હાથ ધરી છે. ભાડૂઆતની વિગતો મેળવીને પોલીસે તેની શોધખોળ પણ આદરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.