BJP એ તૈયાર કર્યો 2024 માટે પ્લાન, ૩ વિભાગમાં વેચી દીધું કામ, સતત ૩ દિવસ થશે બેઠક
BJP Mega Plan: આગામી થોડા મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી સતત સક્રિય બની છે. કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી જનતામાં પોતાની પકડ જાળવી રાખવા સતત આયોજન કરી રહી છે. હવે આગામી ચૂંટણી માટે ભાજપના પ્રદેશ નેતાઓની બેઠક માટે પાર્ટીની તૈયારીઓ અને માઈક્રો મેનેજમેન્ટ માટે મોટો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
પ્રથમ વખત, પક્ષની કામગીરીને સરળ બનાવવા માટે, ભાજપે દેશને ત્રણ અલગ-અલગ સેક્ટરમાં વહેંચ્યો છે, અને ત્રણેય ક્ષેત્રોની અલગ-અલગ બેઠકો બોલાવી છે. ભાજપે તેને ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનમાં વહેંચી દીધું છે. આ બેઠક આવતા મહિને બોલાવવામાં આવી છે અને આ બેઠકનું નેતૃત્વ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કરશે.
દેશના અલગ-અલગ ભાગોમાં આવતા મહિને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને સંગઠન મંત્રીની સાથે દરેક પ્રદેશના અગ્રણી નેતાઓ સાથે બેઠક યોજાશે. ભાજપની આ મહત્વપૂર્ણ બેઠક 6,7 અને 8 જુલાઈના રોજ યોજાશે. પૂર્વ ક્ષેત્રના નેતાઓ સાથેની આ બેઠક 6 જુલાઈએ યોજાશે, જ્યારે ઉત્તરીય ક્ષેત્રની બેઠક 7 જુલાઈએ અને દક્ષિણ ક્ષેત્રની બેઠક 8 જુલાઈએ યોજાશે.