BJP એ જાહેર કરી 195 લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી, PM મોદી વારાણસીથી લડશે ચૂંટણી
ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે 195 લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં પીએમ મોદી સહિત 34 કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે પીએમ મોદીની અધ્યક્ષતામાં 29 ફેબ્રુઆરીએ મળેલી પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભા સીટો માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા, જેની આજે અમે જાહેરાત કરી રહ્યા છીએ. વિનોદ તાવડેએ કહ્યું કે પીએમ મોદી ફરી એકવાર વારાણસીથી ચૂંટણી લડશે.
ભાજપની પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશના 51, પશ્ચિમ બંગાળના 20, મધ્યપ્રદેશના 24, ગુજરાતના 15, રાજસ્થાનના 15, કેરળના 12, તેલંગાણાના 9, આસામના 11, ઝારખંડના 11, છત્તીસગઢના 11, દિલ્હીના 11 ઉમેદવારોનો સમાવેશ થાય છે. , જમ્મુ-કાશ્મીરની 5, ઉત્તરાખંડની 3, અરુણાચલની 2, ગોવાની 1, ત્રિપુરાની 1, આંદામાનની 1, દમણ અને દીવની 1 બેઠક માટે ઉમેદવારોના નામ સામેલ છે.
https://twitter.com/AHindinews/status/1763912033248973107
ગુજરાતનાં જાહેર કરાયેલા ઉમેદવારોની યાદી :
- કચ્છ- વિનોદ ચાવડા
- બનાસકાંઠા- ડો. રેખા બેન ચૌધરી
- પાટણ- ભરતસિંહ ડાભી
- ગાંધીનગર- અમિત શાહ
- અમદાવાદ પશ્ચિમ- દિનેશભાઈ મકવાણા
- રાજકોટ- પુરૂષોત્તમ રૂપાલા
- પોરબંદર-મનસુખ માંડવિયા
- જામનગર- પૂનમ માડમ
- આણંદ- મિતેષ પટેલ
- ખેડા- દેવું સિંહ ચૌહાણ
- પંચમહાલ-રાજપાલ જાદવ
- દાહોદ-જસવંતસિંહ ભાભોર
- ભરૂચ- મનસુખ વસાવા
- બારડોલી- પ્રભુભાઈ વસાવા
- નવસારી-સી.આર. પાટીલ