![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/07/heman.png)
ઝારખંડ રાજનીતિમાં મોટી હલચલ, હેમંત સોરેન ફરી બની શકે છે મુખ્યમંત્રી
ઝારખંડથી મોટા સમાચાર આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેન ફરીથી મુખ્યમંત્રી બની શકે છે. ચંપાઈ સોરેનની જગ્યાએ તેઓ ફરી એકવાર ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વ હેઠળના ગઠબંધનના નેતા તરીકે ચૂંટાઈ શકે છે અને મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેને જમીન કૌભાંડ કેસમાં જામીન પર જેલમાંથી મુક્ત થયા પછી પ્રથમ વખત તેમના નિવાસસ્થાને ગઠબંધન ભાગીદારોના ધારાસભ્યોની સર્વપક્ષીય બેઠક બોલાવી છે.
અગાઉ, સોરેને જમીન કૌભાંડ કેસમાં તેમની ધરપકડ પહેલાં આવી જ એક બેઠક યોજી હતી, જે દરમિયાન તેમણે કલ્પના સોરેનને ઝારખંડના આગામી મુખ્ય પ્રધાન બનાવવા માટે સમર્થનના પત્ર પર ધારાસભ્યોની સહીઓ મેળવી હોવાના અહેવાલ છે. સોરેનની જામીન પર મુક્તિ પછીના વર્તમાન રાજકીય માહોલને જોતાં આવા પગલાંની શક્યતા નકારી શકાય તેમ નથી. રાજ્યમાં સત્તા પરિવર્તન થઈ શકે છે તેવી અટકળો ચાલી રહી છે.
Tags hemant soren india Rakhewal