તિરુપતિ વિવાદ બાદ અયોધ્યાથી મોટા સમાચાર, રામ મંદિરના પ્રસાદના સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદમાં ભેળસેળનો મામલો હજુ થાળે પડ્યો નથી પરંતુ હવે યુપીના અયોધ્યાથી મોટા સમાચાર સામે આવ્યા છે. અયોધ્યાના રામજન્મભૂમિ મંદિરમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવતા એલચીના બીજના નમૂનાઓ પરીક્ષણ માટે ઝાંસીની સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

શું છે સમગ્ર મામલો?

ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા રામ જન્મભૂમિ મંદિરમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવતા એલચીના બીજના નમૂના લેવામાં આવ્યા છે અને પરીક્ષણ માટે ઝાંસીની સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આસિસ્ટન્ટ ફૂડ કમિશનરે આ માહિતી આપી છે.

રામ મંદિર ટ્રસ્ટના ઓફિસ ઈન્ચાર્જનું નિવેદન બહાર આવ્યું

રામ મંદિર ટ્રસ્ટના કાર્યાલયના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું કે, ‘દરરોજ સરેરાશ 80 હજાર પેકેટ એલચીના દાણા પવિત્ર પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. આસિસ્ટન્ટ ફૂડ કમિશનર માણિક ચંદ સિંઘે જણાવ્યું હતું કે ઇન્ટિગ્રેટેડ ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમ (IGRS) દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદને પગલે, હૈદરગંજમાં જ્યાં એલચીના બીજનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે ત્યાંથી નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને વ્યાપક પરીક્ષણ અને મૂલ્યાંકન માટે ઝાંસી સ્ટેટ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

શું છે તિરુપતિ પ્રસાદ વિવાદ?

આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ એનડીએ ધારાસભ્ય દળની બેઠક દરમિયાન તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પશુઓની ચરબીની ભેળસેળનો આક્ષેપ કર્યો હતો. જો કે પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ તેને રાજકીય નિવેદન ગણાવ્યું હતું.

દેશના સૌથી ધનાઢ્ય મંદિરનું સંચાલન કરતા બોર્ડે શુક્રવારે ખુલાસો કર્યો હતો કે તેને ગુણવત્તા પરીક્ષણ માટે મોકલવામાં આવેલા નમૂનાઓમાં હલકી ગુણવત્તાની ઘી અને પ્રાણીની ચરબીની ભેળસેળ મળી છે. લાડુમાં પશુઓની ચરબીની ભેળસેળનો દાવો કરતા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ કર્યું હતું. આ મુદ્દે અગાઉની વાયએસઆર કોંગ્રેસ પાર્ટી સરકારને દોષી ઠેરવ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ તેને ડાયવર્ઝનની રાજનીતિ અને બનાવટી વાર્તા ગણાવી હતી.

તમને જણાવી દઈએ કે રામ મંદિરમાં કોઈ પણ ભક્ત દ્વારા પ્રસાદ ચઢાવવામાં આવતો નથી, પરંતુ એલચીના દાણા રામ ભક્તોને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. રામ મંદિરમાં પેડા કે રાબડીનો પ્રસાદ સેવાદાર અને પૂજારી દ્વારા તૈયાર કરવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.