CM અરવિંદ કેજરીવાલને મોટો ફટકો, દિલ્હી હાઈકોર્ટે જામીન પર લગાવી રોક
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે મોટો આંચકો લાગ્યો છે, કારણ કે દિલ્હી હાઈકોર્ટે તેમના જામીન પર સ્ટે મૂકી દીધો છે. EDએ કેજરીવાલના જામીનને હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને જસ્ટિસ સુધીર કુમાર જૈન અને રવિન્દ્ર જાડેજાની ખંડપીઠે તેમની અરજીની સુનાવણી કરી હતી. દલીલો સાંભળ્યા બાદ ખંડપીઠે કેજરીવાલના જામીન પર આગામી આદેશ સુધી રોક લગાવી દીધી છે.
ગઈકાલે જ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે તેને નિયમિત જામીન આપ્યા હતા. ઈડીએ જામીન વિરુદ્ધ અરજી કરવા માટે 48 કલાકનો સમય માંગ્યો હતો, પરંતુ દિવસનો સમય વિત્યો અને હાઈકોર્ટ ખુલતાની સાથે જ ઈડીએ વકીલ મારફત અરજી દાખલ કરીને કેજરીવાલના જામીનને પડકાર્યા હતા. EDની અરજી પર સુનાવણી ચાલી રહી છે અને તે દરમિયાન હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે. EDનું કહેવું છે કે નીચલી કોર્ટે તેમનો પક્ષ પણ સાંભળ્યો ન હતો.
Tags arvind kejriwal india Rakhewal