લગભગ 6 મહિનાથી બંધ માતા વૈષ્ણોદેવીનું ભવન આજથી ભક્તો માટે ખુલશે, લગભગ 6 મહિનાથી બંધ માતા વૈષ્ણોદેવીનું ભવન આજથી ભક્તો માટે ખુલશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કોરોના કાળમાં સામાન્ય ભક્તો માટે લગભગ 6 મહિનાથી બંધ માતા વૈષ્ણોદેવીનું મંદિર 16 ઓગસ્ટથી બધા જ ભક્તો માટે ખુલી રહ્યું છે. શરૂઆતના દિવસોમાં માત્ર 2 હજાર લોકો જ દર્શન કરી શકશે. કોરોના પહેલાં અહીં એક દિવસમાં 50-60 હજાર લોકો રોજ દર્શન કરતાં હતાં.

વૈષ્ણોદેવી મંદિર જમ્મૂ-કાશ્મીરની ત્રિકુટા પહાડીઓ ઉપર સ્થિત છે. મંદિર લગભગ 5200 ફૂટ ઊંચાઇએ અને જમ્મૂથી 61 કિમી અને કટરાથી 13 કિમી દૂર છે. વૈષ્ણોદેવીની ત્રણ પિંડિઓમાં દેવી કાળી, દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મીના સ્વરૂપમાં ગુફામાં વિરાજિત છે. યાત્રા શરૂ થયા બાદ પહેલાં સપ્તાહમાં 1900 ભક્ત જમ્મૂ-કાશ્મીરના અને 100 ભક્ત અન્ય રાજ્યોના રોજ દર્શન કરી શકશે.

શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડના સીઈઓ રમેશ કુમારના જણાવ્યાં પ્રમાણે યાત્રા રવિવાર, 16 ઓગસ્ટથી શરૂ થઇ જશે. દર્શન માટે ભક્તોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. બધા ભક્તો માટે ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવું જરૂરી રહેશે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઇઝેશનનું ધ્યાન રાખવું પડશે.

યાત્રીઓનું થર્મલ સ્કેનિંગ પણ કરવામં આવશે. 10 વર્ષથી નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ, 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને દર્શન કરવાની મંજૂરી મળશે નહીં. સાથે જ, જે લોકોમાં કોવિડ-19 સાથે જોડાયેલાં કોઇપણ લક્ષણ જોવા મળશે, તેમને દર્શન કરવા દેવામાં આવશે નહીં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.