અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં બેંગલુરુ પોલીસે પત્ની, ભાઈ અને સાસુની કરી ધરપકડ
અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં બેંગલુરુ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. તેની પત્ની, ભાઈ અને સાસુની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મૃતક અતુલ સુભાષની પત્ની નિકિતા સિંઘાનિયા, તેની માતા નિશા સિંઘાનિયા અને ભાઈ અનુરાગ સિંઘાનિયાની બેંગલુરુ પોલીસે ધરપકડ કરી છે. નિકિતાની ગુરુગ્રામથી અને માતા અને ભાઈની અલ્હાબાદથી ધરપકડ કરવામાં આવી છે.
આ પછી, બંનેને બેંગલુરુ લાવવામાં આવ્યા અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, કોર્ટે બંનેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. 13 ડિસેમ્બરે બેંગલુરુ પોલીસે અતુલ સુભાષની પત્ની નિકિતા સિંઘાનિયાના જૌનપુરના ઘરની બહાર નોટિસ ચોંટાડી હતી.
પુત્રને મળવા માટે 30 લાખ માંગ્યા હતા
બેંગલુરુ પોલીસે આરોપીઓને શોધવા માટે ઉત્તર પ્રદેશ પોલીસની મદદ લેવાનો નિર્ણય કર્યા બાદ આ ધરપકડો કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓ પર અતુલ સામેનો કેસ પાછો ખેંચવા માટે 3 કરોડ રૂપિયા અને પુત્રને મળવાના હક માટે 30 લાખ રૂપિયાની માંગ કરવાનો આરોપ છે. બેંગલુરુમાં AI એન્જિનિયર અતુલ સુભાષે સોમવારે તેના બેંગલુરુ એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી હતી. તેણે 24 પાનાની સુસાઈડ નોટ છોડી હતી. 34 વર્ષીય AI એન્જિનિયરે આત્મહત્યા કરતા પહેલા રમ્બલ પર 90 મિનિટનો વીડિયો પણ છોડી દીધો હતો.
Tags Atul Subhash Bengaluru CASE