Bengal Crime: ગેટ ટુ ગેધરનાં બહાને વિદ્યાર્થિની સાથે રેપ કરવાની કોશિશ, FIR દાખલ, જાદવપૂર યુનિવર્સિટીમાં હંગામો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કોલકાતાની જાદવપૂર યુનિવર્સિટી એક વાર ફરી ચર્ચામાં આવી છે. જાદવપૂર યુનિવર્સિટીની એક ભૂતપૂર્વ વિદ્યાર્થિની પોતાની એક મહીલા મિત્ર સાથે રેપ કરવાની કોશિશ કરવાનો આરોપ લાગ્યો છે. 25 વર્ષિય વિદ્યાર્થિની પોતાનાં મિત્રોની સાથે યુનિવર્સિટીનાં એક મિત્રનાં ઘરે ગેટ ટુ ગેધર પાર્ટીમાં શામિલ થઈ હતી. ત્યારે તેમાંથી કોઈ એકે તેની સાથે રેપ કરવાની કોશિશ કરી હતી. આરોપ છે કે તેણે બધાની સામે અભદ્ર વ્યવહાર કર્યો હતો. આ આરોપનાં આધારે FIR નોંધાવામાં આવી હતી.

પીડિતાએ કોલકત્તાના ગોલ્ફગ્રીન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. આરોપી સામે 10 જુલાઈએ FIR નોંધાવામાં આવી છે. ફરીયાદ નોંધાવનારનું નિવેદન પણ હમણાં જ નોંધવામાં આવ્યું છે. પોલીસે શોધખોળ હાથ ધરી છે, પરંતું જ્યારથી ફરીયાદ નોંધાવામાં આવી છે ત્યાંરથી આરોપી ફરાર છે.

પીડિત વિદ્યાર્થીની કોલકાતામાં અભ્યાસ અને રોજગાર માટે રહે છે. તે ગોલ્ફ ગ્રીન વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. કોલકાતામાં તેમનું પોતાનું ઘર નથી. તે દિવસે તે તેના મિત્રના ઘરે ગેટ ટુ ગેધરીંગ માટે ગઈ હતી ત્યારે આરોપીએ તેની એકલતાનો લાભ ઉઠાવ્યો હતો. ફરિયાદીએ કહ્યું, “અમે વાત કરી રહ્યા હતા ત્યારે કેટલાક મિત્રો બહાર ગયા હતા અને પછી તેણે મને બીજા રૂમમાં લઈ જવાની તક ઝડપી હતી અને મારી સાથે આવું કર્યું.” ફરિયાદ મળ્યા બાદ પોલીસ સક્રિય થઈ ગઈ. હવે આરોપીની શોધખોળ ચાલુ છે.

તમને જણાવી દઈએ કે કૉલેજ અથવા યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મળવા માટે અથવા ફક્ત વાતચીત માટે ઘણીવાર ગેટ-ટુ-ગેધરિંગ કરે છે. આ ગેટ ટુ ગેધર ક્યારેક કે મિત્રના ઘરે કે રેસ્ટોરન્ટમાં થાય છે. તેનો હેતુ મુખ્યત્વે જૂના, પરિચિત લોકોને મળવાનો, વાતો કરવાનો, ભૂતકાળની યાદો યાદ કરવાનો છે, પણ કોને ખબર હતી કે આવો ભય ત્યાં છુપાયેલો હશે.આ છોકરી સાથે એવું જ થયું.

આ ઘટના બાદ વિદ્યાર્થીનીએ પહેલા આ વાત છુપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાદમાં તેણે જાદવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જાદવપુર પોલીસ સ્ટેશનની પોલીસે એફઆઈઆર નોંધીને ઘટનાની તપાસ શરૂ કરી છે અને વિદ્યાર્થીનીના સાથીદારોની પૂછપરછ શરૂ કરી છે.

પોલીસનું કહેવું છે કે બળાત્કારનો પ્રયાસ કરનાર મુખ્ય આરોપી હાલ ફરાર છે. પોલીસ તેની તપાસ કરી રહી છે અને તેના સહયોગીઓની મદદથી આરોપી ક્યાં છુપાયો છે તે શોધવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસને તેના ઘરે પણ મોકલવામાં આવી છે જેથી તેને શોધી શકાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.