બાંગ્લાદેશ સરકારે શેખ હસીનાનો પાસપોર્ટ રદ કર્યો : પરત ફરવાનું દબાણ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુસીબતોમાં વધારો થતો જઇ રહ્યો છે. 5 ઓગસ્ટે પોતાનો જીવ બચાવવા માટે ઢાકાથી ભારત આવીને આશ્રય લેવો પડ્યો હતો. ભારત પહોંચતા પહેલા શેખ હસીનાએ વડાપ્રધાન પદ પણ છોડવું પડ્યું હતું. હવે બાંગ્લાદેશની વર્તમાન સરકારે પણ શેખ હસીનાના રાજદ્વારી પાસપોર્ટને રદ કરવાની જાહેરાત કરી છે.  એટલે કે શેખ હસીના જે પાસપોર્ટ સાથે ભારત આવી હતી તે હવે માન્ય નથી. પાસપોર્ટ રદ થવાને કારણે શેખ હસીના પર હવે બાંગ્લાદેશ પરત ફરવાનું દબાણ રહેશે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશનો સત્તાવાર અથવા રાજદ્વારી પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિને 45 દિવસ સુધી વિઝા વિના ભારતમાં રહેવાની છૂટ છે. શેખ હસીનાને ભારતમાં રહેવામાં કદાચ કોઈ સમસ્યા ન આવે કારણ કે તેણે હાલમાં ભારતમાં આશરો લીધો છે, પરંતુ તે હવે અન્ય કોઈ દેશમાં જઈ શકશે નહીં. શેખ હસીના વિરુદ્ધ 50થી વધુ કેસ નોંધાયેલા છે, જેમાં મોટાભાગે હત્યાના કેસ છે. સંયુક્ત રાષ્ટ્રની એક ટીમ પણ બાંગ્લાદેશ પહોંચી છે જે શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન થયેલા માનવાધિકાર ઉલ્લંઘનના મામલાની તપાસ કરશે. યુએનની ટીમે પોતાની પ્રાથમિક તપાસમાં શેખ હસીના પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં બાંગ્લાદેશ સરકાર ભારત પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી શકે છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2013થી પ્રત્યાર્પણ સંધિ છે. સમાચાર એજ્ન્સીએ સંવાદદાતાએ 16 ઓગસ્ટે વિદેશ મંત્રાલયના પ્રવક્તાને શેખ હસીનાના પ્રત્યાર્પણને લઈને પ્રશ્ન પૂછ્યો ત્યારે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અત્યારે આ એક અનુમાનિત સ્થિતિ છે, એટલે કે બાંગ્લાદેશ દ્વારા હજુ સુધી કોઈ માંગણી કરવામાં આવી નથી.

શેખ હસીનાને હટાવ્યા બાદ મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી.  શેખ હસીના અને તેના સહયોગીઓ વિરુદ્ધ ઓછામાં ઓછી નવ વધુ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી, જેનાથી તેમની સામે નોંધાયેલા કેસોની સંખ્યા 30 થી વધુ થઈ ગઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.