બ્રિટનમાં બેકરી અને ગાદલાની ફેક્ટરી પર દરોડા, વિઝા ઉલ્લંઘન બદલ 12 ભારતીય નાગરિકોની ધરપકડ કરી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

બ્રિટિશ ઇમિગ્રેશન અધિકારીઓએ 12 ભારતીય નાગરિકોની વિઝા શરતોનું ઉલ્લંઘન કરીને ગાદલું અને કેક ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે કામ કરવાની શંકાના આધારે ધરપકડ કરી છે. તેમાં 11 પુરુષ અને એક મહિલા છે. હાલ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્રિટનના ગૃહ કાર્યાલયના એક નિવેદન અનુસાર, ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ અધિકારીઓએ ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ વિસ્તારમાં ગાદલાના વ્યવસાય સાથે જોડાયેલા એકમ પર દરોડા પાડ્યા હતા. અધિકારીઓને બાતમી મળી હતી કે ત્યાં ગેરકાયદેસર કામ થઈ રહ્યું છે. નિવેદન અનુસાર, સત્તાવાળાઓએ ગેરકાયદેસર રીતે કામ કરવાના આરોપમાં સાત ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે. હોમ ઑફિસના જણાવ્યા અનુસાર, નજીકની કેક ફેક્ટરીમાંથી વધુ ચાર ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ વિઝા શરતોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં હતા.

આ સિવાય એક ભારતીય મહિલાની પણ ઈમિગ્રેશન ક્રાઈમના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ચાર લોકોને બ્રિટનમાંથી કાઢી મૂકવા અથવા ભારતમાં દેશનિકાલ કરવાની વિચારણા બાકી છે તેમની અટકાયત કરવામાં આવી છે. બાકીના આઠ લોકોને એ શરતે જામીન આપવામાં આવ્યા છે કે તેઓ હોમ ઓફિસને નિયમિત રિપોર્ટ કરે. આ સિવાય એક ભારતીય મહિલાની પણ ઈમિગ્રેશન ક્રાઈમના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ચાર લોકોને બ્રિટનમાંથી કાઢી મૂકવા અથવા ભારતમાં દેશનિકાલ કરવાની વિચારણા બાકી છે તેમની અટકાયત કરવામાં આવી છે. બાકીના આઠ લોકોને એ શરતે જામીન આપવામાં આવ્યા છે કે તેઓ હોમ ઓફિસને નિયમિત રિપોર્ટ કરે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.