‘આઝાદીની પહેલી ચા, મનીષ સિસોદિયાએ પત્ની સાથેની તસવીર કરી શેર

ગુજરાત
ગુજરાત

દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને 17 મહિના બાદ શુક્રવારે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. સિસોદિયાએ શનિવારે સવારે પત્ની સાથેની એક તસવીર શેર કરી હતી. ફોટામાં પતિ-પત્ની ચા પીતા જોવા મળે છે. સિસોદિયાએ પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું, આઝાદીની સવારે પહેલી ચા… 17 મહિના પછી! બંધારણે આપણા બધા ભારતીયોને જીવનના અધિકારની ગેરંટી તરીકે જે સ્વતંત્રતા આપી છે. ભગવાને આપણને દરેક સાથે ખુલ્લી હવામાં શ્વાસ લેવાની જે સ્વતંત્રતા આપી છે.

આ પહેલા દોઢ વર્ષની લાંબી રાહ જોયા બાદ મનીષ સિસોદિયા ફરી એકવાર તેમના ઘરે પહોંચ્યા અને તેમના પરિવારને મળ્યા. તિહાર જેલમાંથી મુક્ત થયા બાદ સિસોદિયાએ કહ્યું કે હું સર્વોચ્ચ અદાલતનો હૃદયપૂર્વક આભાર માનું છું જેણે બંધારણની શક્તિનો ઉપયોગ કરીને સરમુખત્યારશાહીને લપડાક મારી છે. બંધારણના કારણે આજે હું 17 મહિના પછી જેલમાંથી બહાર આવ્યો છું. બાબાસાહેબ આંબેડકરના બંધારણે સરમુખત્યારશાહી સામે લડનારાઓને રક્ષણ આપ્યું છે. મારું આખું જીવન બાબાસાહેબ અને તેમના દ્વારા લખાયેલા બંધારણનું ઋણી છે. 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.