આયુર્વેદ ડોકટર કોરોનાની સારવાર ન કરી શકે, સુપ્રીમ કોર્ટ

ગુજરાત
ગુજરાત

સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટના ફેસલા પર મહોર લગાવતા મંગળવારે પોતાના ફેસલામાં જણાવ્યું હતું કે યોગ્ય આયુષ (આયુર્વેદીક) ડોકટર કોરોના વાઈરસના ઈલાજના રૂપે કોઈ દવા નથી લખી શકતા કે ન તો તેની જાહેરાત કરી શકતા પરંતુ કોરોનાના દર્દીઓ માટે પારંપરિક ઉપચારમાં એડ-ઓન દવા (પ્રતિકારક બુસ્ટર)ના રૂપે સરકાર દ્વારા અનુમોદીત ટેબલેટ અને મિશ્રણ નકકી કરી શકે છે.આ ફેસલા આપતા સુપ્રીમ કોર્ટે 6 માર્ચના આયુષ મંત્રાલયના નોટીફીકેશનને યથાવત રાખ્યુ છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે હોમીયોપેથીક દવાઓને કોરોના માટે એડ-ઓન ઉપચાર અર્થાત વિશેષ ઉપચાર તરીકે નકકી કરી શકાય છે. એ કહેવું ખોટું છે

કે હોમીયોપેથીક તબીબ કોરોના પોઝીટીવ દર્દીઓ માટે કોઈ ઉપચાર ન લખી શકે.સુપ્રીમ કોર્ટનું આ સ્પષ્ટીકરણ કેરળ હાઈકોર્ટના એક આદેશ સામે સદભાવના મિશન સ્કુલ ઓફ હોમો ફાર્મસી દ્વારા દાખલ અપીલના જવાબમાં આવ્યું છે, જેમાં આયુષ (આયુર્વેદીક) ડોકટરોને ટેબલેટ મિશ્રણથી કોરોનાની સારવાર માટે નકકી કરવા માટે રોકવામાં આવ્યા હતા. હાઈકોર્ટે પોતાના આદેશમાં આયુષ મંત્રાલયની દલીલની નોંધ કરવામાં આવી હતી કે આ પ્રકારની દવાઓનો ઉપયોગ કારણના કારકને રોકવા માટે કરવામાં આવે છે. નિર્દેશ આપવામાં આવ્યો છે કે આયુષ તબીબ માત્ર એ ટિકડીઓ કે મિશ્રણને લખી શકે છે જેને કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ રૂપે સૂચિત કરવામાં આવ્યું છે. આ દવાઓ માત્ર એક રોગ પ્રતિકારક બૂસ્ટરના રૂપે જ આપવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.