અયોધ્યા: CM યોગી આદિત્યનાથે ભવ્ય રામ મંદિર નિર્માણકાર્યનું નિરીક્ષણ કર્યુ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુરૂવારે સવારે 10 વાગે ભરતકુંડમાં આયોજિત સભામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાજરી આપી. તેમણે કહ્યુ રામ મંદિર બન્યા બાદ અયોધ્યાનો વૈભવ સમગ્ર દુનિયા જોશે. સીએમ યોગી આદિત્યનાથ આજે પહેલી વખત ભગવાન રામના નાના ભાઈ ભરતના તપશ્ચર્યા સ્થળે પહોંચ્યા હતા.

મુખ્યમંત્રીએ અયોધ્યામાં લગભગ 18 કલાક વિતાવ્યા. ભગવાનની પૂજા-અર્ચના કરીને તેમણે જ્યાં એક તરફ પોતાની આસ્થા અર્પણ કરી ત્યાં બીજી તરફ વિકાસકાર્યોની સમીક્ષા બેઠક કરીને શાસકીય જવાબદારીઓ નિભાવી. તેમણે અયોધ્યાવાસીઓ સાથે પોતાનો સંબંધ જણાવી હનુમાનગઢી પર લોકોનું અભિવાદન કર્યુ. તેમણે અયોધ્યા પ્રવાસની શરૂઆત સંકટ મોચનના દર્શન-પૂજન સાથે કરી. તેમણે હનુમાનગઢીમાં બજરંગબલીના દર્શન કર્યા. સંકટ મોચનના દર્શન કરીને સીએમ યોગીએ સુખી-સ્વસ્થ ઉત્તર પ્રદેશની પ્રાર્થના કરી. જે બાદ મુખ્યમંત્રીએ રામલલાના દર્શન અને આરતી કરી.

રામલલાના દર્શન ઉપરાંત મુખ્યમંત્રીએ રામ મંદિર નિર્માણની પ્રગતિ વિશે જાણકારી મેળવી. ટ્રસ્ટ અને નિર્માણ એજન્સી સાથે જોડાયેલા લોકોએ મુખ્યમંત્રીને મંદિર નિર્માણની પ્રગતિની જાણકારી આપી. સીએમ યોગીએ રામજન્મભૂમિ પરિસરમાં કાર્યરત શ્રમિકોના હાલચાલ પૂછ્યા. દર્શન-પૂજન ઉપરાંત તેમણે સભાગૃહમાં રામનગરીની વિકાસ યોજનાઓની સમીક્ષા કરી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.