Australia: વિદેશી ધરતી પર વધુ 4 ભારતીયોનાં મોત, પરિવારમાં પર તુટ્યો દુઃખનો પહાડ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઓસ્ટ્રેલિયાથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયામાં ચાર ભારતીયોના ડૂબી જવાથી મોત થયા છે. મૃત્યુ પામેલા લોકો એક જ પરિવારના હતા અને ફિલિપ આઇલેન્ડ પર રજાઓ ગાળવા આવ્યા હતા. ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય હાઈ કમિશને આ માહિતી આપી છે. મૃત્યુ પામેલા લોકોમાં ત્રણ લોકોની ઉંમર 20 વર્ષની આસપાસ હતી જ્યારે એક મહિલાની ઉંમર 40 વર્ષની આસપાસ હતી.

ભારતીય હાઈ કમિશને માહિતી આપી

ભારતીય હાઈ કમિશને સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું, ‘ઓસ્ટ્રેલિયામાં હૃદયદ્રાવક દુર્ઘટના બની છે. વિક્ટોરિયાના ફિલિપ આઇલેન્ડ પર ચાર ભારતીયોના ડૂબી જવાથી મોત થયા છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના. હાઈ કમિશન પીડિત પરિવારના સંપર્કમાં છે અને તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. ઘટના 24મી જાન્યુઆરીની છે. પોલીસે જણાવ્યું કે, તેમને લગભગ 3.30 વાગ્યે ફિલિપ આઇલેન્ડ પર લોકોના ડૂબવાની માહિતી મળી હતી. માહિતી મળતા રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્રણ મહિલાઓ અને એક યુવકને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ પછી તમામને CPR આપીને હોંશમાં લાવવાન પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્રણને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

મૃત્યુ પામેલાઓમાં બે મહિલા અને એક યુવકની ઉંમર 20 વર્ષની આસપાસ અને એક મહિલા 40 વર્ષની હતી. બધા એક જ પરિવારના છે. ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક મહિલા બેભાન હતી, જેને એરલિફ્ટ કરીને મેલબોર્નની આલ્ફ્રેડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે તેનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સ્થાનિક મીડિયા અનુસાર, મૃતકોમાંથી ત્રણ ઓસ્ટ્રેલિયામાં રહેતા હતા, જ્યારે 40 વર્ષીય મહિલા રજાઓ ગાળવા ઓસ્ટ્રેલિયા આવી હતી.

ફિલિપ આઈલેન્ડ દરિયાઈ ગુફાઓ માટે પ્રખ્યાત છે

વિક્ટોરિયાનો ફિલિપ આઇલેન્ડ તેના ગુફાવાળા દરિયાકિનારા માટે પ્રખ્યાત છે. અહીં દરિયાની નીચે ગુફાઓ છે, પરંતુ સ્થાનિક લોકો તેને ખતરનાક માને છે કારણ કે અહીં કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી અને અહીં લાઈફગાર્ડ પેટ્રોલિંગની કોઈ વ્યવસ્થા નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.