પંજાબમાં આતંક મચાવવાનો પ્રયાસ નિષ્ફળ, 4 આતંકવાદીઓની ધરપકડ, ટાર્ગેટ કિલિંગનો હતો પ્લાન

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પંજાબના મોહાલીમાં પોલીસે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના 4 આતંકીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમના આતંકી મોડ્યુલનો પણ પર્દાફાશ કર્યો છે. આ આતંકવાદીઓને પંજાબમાં વાતાવરણ બગાડવા માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસને એવી માહિતી મળી છે કે કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા માટે તેમને કેટલાક લોકોની ટાર્ગેટ કિલિંગનું કામ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં આ આતંકવાદીઓનું કનેક્શન સીધું પાકિસ્તાન સાથે જોડાયેલું છે.

પોલીસને બાતમી પરથી માહિતી મળી હતી કે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ ગેંગના કેટલાક આતંકીઓ મોહાલીમાં છુપાયેલા છે. જ્યારે પોલીસે તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે અહીં 4 આતંકવાદીઓ છુપાયેલા છે. પોલીસે તરત જ ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી અને ચારેય આતંકીઓની ધરપકડ કરી હતી. આતંકીઓ પાસેથી કેટલીક શંકાસ્પદ વસ્તુઓ અને કેટલાક લોકોના નામ મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે તેમને ટાર્ગેટ કિલિંગ માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસે એ પણ જણાવ્યું કે આ આતંકવાદીઓ પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી હરવિંદર રિંડાના સીધા સંપર્કમાં છે અને તે તેમની સંપૂર્ણ મદદ કરી રહ્યો હતો. હરવિંદર રિંડા ISIની મદદથી તેમને હથિયારો અને આર્થિક મદદ મોકલી રહ્યો હતો. પોલીસે આ આતંકીઓ પાસેથી 6 પિસ્તોલ અને 275 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. પાકિસ્તાન તરફથી ડ્રોનની મદદથી તેમને હથિયારો અને આર્થિક મદદ મોકલવામાં આવી હતી.

પંજાબ પોલીસે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ સમાચારની પુષ્ટિ કરતી બે પોસ્ટ કરી છે. પંજાબ પોલીસે કહ્યું છે કે તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પ્રતિબદ્ધ છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ પંજાબમાં ડ્રોનની મદદથી બોર્ડર પાસે ડ્રગ્સ અને હથિયારોના કન્સાઈનમેન્ટ મોકલવામાં આવ્યા છે, પોલીસે ઘણી વખત તેમના કાવતરાને નિષ્ફળ બનાવ્યા છે. હાલ આતંકીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.