કૂચબિહારમાં નિશીથ પ્રમાણિકની કાર પર હુમલો, TMC સમર્થકો પર લગાવ્યો આરોપ
પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં કેન્દ્રીય મંત્રી નિશીથ પ્રમાણિકની કાર પર હુમલો થયો છે. કેન્દ્રીય મંત્રીએ આરોપ લગાવ્યો છે કે, તેમની કાર પર ટીએમસી સમર્થકોએ તીરથી હુમલો કર્યો હતો. તેમણે પોલીસ પર ટીએમસી સમર્થકોની મદદ કરવાનો આરોપ લગાવ્યો છે.
પંચાયત ચૂંટણી માટે નોમિનેશન શરૂ થયું ત્યારથી પશ્ચિમ બંગાળમાં વિવિધ સ્થળોએ હિંસા ચાલુ છે. નામાંકન ચકાસણીના છેલ્લા દિવસે કૂચ બિહારમાં ભાજપ અને ટીએમસીના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી નિશીથ પ્રામાણિક પણ ત્યાં હાજર હતા. તેમણે આરોપ લગાવ્યો કે ટીએમસી સમર્થકોએ તેમની કાર પર હુમલો કર્યો.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મઝુમદારે રાજ્યપાલ સીવી આનંદ બોઝને કેન્દ્રીય મંત્રી નિશીથ પ્રામાણિક પર થયેલા હુમલાની જાણકારી આપી છે. રાજ્યપાલને મળ્યા બાદ બીજેપીના પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું કે, મેં રાજ્યપાલને હિંસા વિશે બધું જ જણાવ્યું છે. તેમણે અમને પંચાયત ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી હિંસા રોકવા માટે તમામ સક્રિય અને અસરકારક પગલાં લેવા કહ્યું છે. તેમણે અમને કહ્યું કે તમામ વ્યવસ્થા કરવામાં આવશે.
પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીને લઈને ઘણી જગ્યાએથી હિંસાના અહેવાલો આવ્યા છે. શનિવારે બીરભૂમ જિલ્લાના શાંતિનિકેતનમાં 28 ક્રૂડ બોમ્બ મળ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. જિલ્લામાં સતત બીજા દિવસે વખત બોમ્બ મળી આવ્યા છે. આ પહેલા શુક્રવારે પણ 20 બોમ્બ મળી આવ્યા હતા જે ટીએમસી ઓફિસની પાછળ બનેલા ઘરમાંથી મળી આવ્યા હતા.