અમેરિકાના ન્યુયોર્કમાં હિન્દુ મંદિર પર હુમલો, ભારતે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો
અમેરિકામાં ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. ન્યૂયોર્કના મેલવિલે વિસ્તારમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરને અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડ્યું છે. ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે આ મામલો યુએસ પ્રશાસન સાથે ઉઠાવ્યો છે. દૂતાવાસે આ હુમલાની નિંદા કરી છે અને તેને અસ્વીકાર્ય ગણાવ્યું છે. દૂતાવાસે આ કૃત્યમાં સંડોવાયેલા ગુનેગારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
સોશિયલ મીડિયા પર સામે આવેલા ફૂટેજ મુજબ, રસ્તા પર સ્પ્રે પેઇન્ટથી અપમાનજનક શબ્દો લખવામાં આવ્યા હતા અને મેલવિલેના હિંદુ મંદિરની બહાર ચિહ્નો હતા. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને આ મામલે કહ્યું છે કે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ આ ઘટનાની તપાસ કરવી જોઈએ.