અસમમાં વાવાઝોડા સિતરંગની અસર જોવા મળી
બંગાળની ખાડીમાં સર્જાયેલા સિતરંગ વાવાઝોડાને પગલે અસમમાં સ્થિતિ ખરાબ થઈ રહી છે.ત્યારે રાજ્યના નાગાંવ જિલ્લામાં તોફાની વરસાદ પડી રહ્યો છે.જેના પગલે અનેક મકાનોને નુકસાન થયું છે.આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં મોટા વૃશ્રો ધરાસાયી થયા છે અને વીજળીના થાંભલા પણ તૂટી ગયા છે.આમ અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ જવાને પગલે રસ્તાઓ બંધ થઈ ગયા છે.બીજીતરફ ગુવાહાટીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે.રાજ્યો દ્વારા ટ્રેન અને ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે.