આશારામની મોડી રાત્રે તબિયત લથડતાં હોસ્પિટલમાં કરાયા દાખલ

ગુજરાત
ગુજરાત

યૌન શોષણ મામલે આજીવન કેદની સજા ભોગવી રહેલા આશારામને છાતીમાં દુ:ખાવો થતાં જોધપુર એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ દિવસથી તેમની છાતીમાં દુ:ખાવો થઇ રહ્યો હતો. જો કે, તેમની ચેકઅપ બાદ તેમને જેલમાં ધકેલી દેવામાં આવતા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર આશારામની હાલત રાત્રે લગભગ 1:00 વાગ્યે બગડી હતી. જે બાદ તેમને જોધપુરની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, તપાસ બાદ તેમને લોહીની ઉણપ હોવાનું માલુમે પડ્યું છે.

ઉલ્આલેખનીય છે કે સારામને સગીરાના યૌન શોષણના આરોપમાં જોધપુર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આસારામે જામીન અને પેરોલ બાબતે હાઈકોર્ટ લઈને સુપ્રીમ કોર્ટમાં ડઝનબંધ અરજીઓ દાખલ કરી પરંતુ ક્યાંયથી રાહત મળી નથી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.