દુનિયાભરમાંથી હજયાત્રાએ ગયેલા 22 જેટલા લોકોનું ગરમીનાં કારણે મોત

ગુજરાત
ગુજરાત

સાઉદી અરેબિયામાં ગરમીનો પ્રકોપ યથાવત છે, દરમિયાન, હજ યાત્રા માટે આવતા યાત્રિકો પર ગરમીના મોજાએ હાહાકાર મચાવ્યો છે. કાળઝાળ ગરમીના કારણે સમગ્ર વિશ્વમાંથી મક્કા અને મદીના ગયેલા 22 જેટલા હજયાત્રીઓના મોત  નીપજ્યા છે અને હજારો લોકો હીટ સ્ટ્રોકના કારણે માંદા પડ્યા છે. આ દરમિયાન સાઉદી અરેબિયામાંથી કેટલાક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં હજયાત્રીઓના મૃતદેહોને રસ્તાના કિનારે તડકામાં રાખવામાં આવ્યા છે. જે બાદ સાઉદી સરકારની ટીકા થઈ રહી છે. આ વખતે ભારતમાંથી 1 લાખ 75 હજાર શ્રદ્ધાળુઓ પવિત્ર હજ યાત્રા માટે સાઉદી અરેબિયા પહોંચ્યા છે.

આ વર્ષે લગભગ 18 લાખ લોકો હજ યાત્રા માટે મક્કા અને મદીના પહોંચ્યા છે. મક્કા અને મદીના જનારા લોકો દાવો કરી રહ્યા છે કે સાઉદી સરકારે યાત્રીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરી નથી જેના કારણે તેઓ ગરમીની સાથે સાથે ઘણી સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યા છે. હજ યાત્રા પર હજયાત્રીઓના વધતા જતા મોત બાદ હજ યાત્રાની તૈયારીઓને લઈને સાઉદી અરબ સરકારના દાવાઓનો પર્દાફાશ થયો છે.

સાઉદી અરેબિયામાં ગરમીના કારણે અત્યાર સુધીમાં 22 શ્રદ્ધાળુઓના મોત થયા છે. મક્કા અને મદીનાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં તીર્થયાત્રીઓના મૃતદેહો ગરમીથી મૃત્યુ પામ્યા બાદ રસ્તાના કિનારે તડકામાં પડેલા જોઈ શકાય છે. રવિવારે (16 જૂન) જોર્ડન નામની ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો કે હજ યાત્રા પર ગયેલા દેશના 14 શ્રદ્ધાળુઓ હીટસ્ટ્રોકને કારણે મૃત્યુ પામ્યા છે. આ સિવાય સાઉદી અરેબિયાના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે ગરમીના કારણે 2700 થી વધુ બીમાર લોકોના કેસ નોંધાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.