BIG BREAKING :અરવિંદ કેજરીવાલે તિહારમાંથી મુક્ત થયા બાદ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું,.. હું બે દિવસ પછી સીએમ પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યો છું. જ્યાં સુધી લોકો પોતાનો ચુકાદો નહીં આપે ત્યાં સુધી હું સીએમની ખુરશી પર બેસીશ નહીં… હું દરેક ઘર અને શેરીમાં જઈશ અને જ્યાં સુધી મને લોકો તરફથી ચુકાદો ન મળે ત્યાં સુધી મુખ્યમંત્રીની ખુરશી પર નહીં બેસું…
Delhi: CM Arvind Kejriwal says, "… I am going to resign from the CM position after two days. I will not sit on the CM chair until the people give their verdict… I will go to every house and street and not sit on the CM chair till I get a verdict from the people…" pic.twitter.com/MVTPWXv1D0
— ANI (@ANI) September 15, 2024
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. 13 સપ્ટેમ્બરે તિહારમાંથી મુક્ત થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રવિવારે પહેલીવાર આમ આદમી પાર્ટીના કાર્યાલય પહોંચ્યા અને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા.