મુંબઇમાં 144મી કલમ લાગુ કરાઈ, અન્ય રાજ્યોમાં જુદી જુદી રીતે કર્ફ્યૂ લાગુ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રા રાજ્ય સરકારે આજે વર્ષના છેલ્લા દિવસે કોઇ પણ પ્રકારની ઊજવણી ન થાય અને ભીડના કારણે ફરી કોરોનાના કેસ વધી ન જાય એવા હેતુથી 144મી કલમ લાગુ પાડી દીધી હતી.

આમ તો 2020ના વર્ષની વિદાય ખરેખર ઊજવણીને યોગ્ય છે પરંતુ કોરોનાના કારણે મહારાષ્ટ્ર સહિત ઘણાં રાજ્યો એ આજે રાત્રે કોઇ પણ પ્રકારની ઊજવણી પર નાનામોટા પ્રતિબંધો લાદી દીધા હતા.

પાટનગર નવી દિલ્હીમાં આજે રાત્રિ કર્ફ્યૂ જાહેર કરાયો હતો. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર વગેરે રાજ્યોએ અલગ અલગ પ્રકારના પ્રતિબંધો લાદ્યા હતા.

પાટનગર નવી દિલ્હીમાં આજે અને આવતી કાલે રાત્રે 11થી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરાયો હતો. નવા વર્ષ નિમિત્તે કોઇ પણ પ્રકારના કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ પણ જાહે કરાયો હતો. પબ્લિક પ્લેસ પર ચારથી વધુ વ્યક્તિને એકઠી નહીં થવા દેવામાં આવે એવી પણ જાહેરાત કરી હતી.

દેશની આર્થિક રાજધાની સમા મુંબઇમાં ઠેર ઠેર મુંબઇ પોલીસે નાકાબંધી કરી હતી. મુંબઇની બહાર જતાં કે બહારથી અંદર આવતાં તમામ વાહનોની કડક તપાસ કરાઇ રહી હતી.

આજે કોઇ પણ સ્થળે ચારથી વધુ વ્યક્તિ ભેગી નહીં થઇ શકે એવી જાહેરાત પણ મુંબઇ પોલીસે કરી હતી. વાસ્તવમાં 144મી કલમ લાગુ પાડી દેવામાં આવી હતી.

કોઇ પણ મોટર કારમાં ચારથી વધુ લોકો હશે તો એ મોટરકાર અને એમાં બેઠેલાને પોલીસ પકડી લેશે, હૉટલો, શરાબના બાર અને રેસ્ટોરાં રાત્રે 11થી સવારે છ વાગ્યા સુધી બંધ રાખવાની કડક સૂચના પણ પોલીસે જાહેર કી દીધી હતી.

મહારાષ્ટ્રમાં નવા વર્ષની ઊજવણી કરવા મહાબળેશ્વર, માથેરાન કે પંચગની જેવા વિસ્તારોમાં રાત્રે 11થી સવારે છ વાગ્યા સુધી તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો.

કર્ણાટકમાં બેંગાલુરુ પોલીસે આજે અને આવતી કાલે સાંજે છ વાગ્યાથી બીજા દિવસે સવારે છ વાગ્યા સુધી તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ લાદ્યાની જાહેરાત કરી હતી. આ પ્રતિબંધનો ભંગ કરનારા સામે કડક પગલાં લેવાશે.

ગોવા અને મધ્ય પ્રદેશના ભોપાલમાં સખત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. છતાં મળી રહેલા અહેવાલ મુજબ ગોવામાં ઉમટેલા હજારો સહેલાણીઓ માસ્ક પહેર્યા વિના કે સોશ્યલ ડિસ્ટન્સીંગના પાલન વિના મોજમસ્તી કરી રહ્યા હતા. સહેલાણીઓની મોટી સંખ્યા જોતાં આ સ્થિતિમાં પોલીસ કશું કરી શકે એવું લાગતું નહોતું.

અગાઉ કર્ણાટકે આજે અને આવતી કાલે નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરી હતી પરંતુ લાગતાવળગતા લોકોના દબાણને પગલે કર્ણાટકે 28 ડિસેંબરે સાંજેજ પોતાના કર્ફ્યૂનો હુકમ પાછો ખેંચી લેવાની જાહેરાત કરી હતી.

છત્તીસગઢની સરકારે એવી જાહેરાત કરી હતી કે જાહેર સ્થળે નવા વર્ષની ઊજવણી પર પ્રતિબંધ છે. ઘરમાં બંધ બારણે જે ઊજવણી કરવી હોય તે કરી શકો છો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.