ચીનની વિરુદ્ધ લદ્દાખમાં તૈયારી આર્મીએ LACની પાસે T-90 અને T-72 ટેન્ક તહેનાત કરી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

લદ્દાખમાં લગભગ 5 મહીનાથી ચાલી રહેલા તણાવની વચ્ચે આર્મીએ શિયાળાની સિઝનમાં પણ જવાબદારી સંભળવાની પુરતી તૈયારીઓ કરી લધી છે. સેનાએ પૂર્વી લદ્દાખમાં લાઈન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલ(LAC)ની પાસે આર્મડ રેજીમેન્ટની ટી-90 અને ટી-72 ટેન્કોને તહેનાત કરી છે. આ સિવાય બીએમપી-2 કોમ્બેટ વ્હીકલ પણ મોકલવામાં આવ્યા છે. આ યુદ્ધ ટેન્ક 14 હજાર 500 ફુટની ઉંચાઈ પરના ચુમાર-ડેમચોક એરિયામાં તહેનાત કરવામાં આવી છે.

આ ટેન્કોની ખાસિયત એ છે કે તેને માઈનસ 40 ડિગ્રી ટેમ્પરેચરમાં પણ ઓપરેટ કરી શકાય છે. 14 કોર્પ્સના ચીફ ઓફ સ્ટાફે ન્યુઝ એજન્સી એએનઆઈને કહ્યું કે લદ્દાખમાં શિયાળાની ઋતુ ખરાબ હોય છે. જ્યાં સુધી શિયાળાની સિઝનની વાત છે, આપણે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. હાઈ કેલેરી અને ન્યુટ્રીશનવાળું રેશન આપણી પાસે છે. ફ્યૂલ અને ઓઈલ, શિયાળાના કપડા, ગરમી માટેના સાધનો આપણી પાસે પર્યાપ્ત માત્રમાં છે.

મેજર જનરલ અરવિંદ કપૂરે ન્યુઝ એજન્સીને જણાવ્યું કે ઠંડીની ઋતુમાં અહીં રાતે ટેમ્પરેચર માઈનસ 35 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આ સિવાય ઝડપી બરફીલા પવનો પણ વાય છે. આ વિસ્તારમાં ટેન્કો, મોટી બંદૂકો અને વાહનોનું મેન્ટેનન્સ એક મોટો પડકાર છે. ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ ભારતીય સેનાની એકમાત્ર ટુકડી છે, જે આવી સ્થિતિમાં પણ સ્થિતિ સંભાળવા માટે તૈયાર કરવામાં આવી છે. અમે અહીં જવાનો અને હથિયારોના મેન્ટેનન્સને લઈને પુરતી વ્યવસ્થાઓ કરી રાખી છે.

ટેન્ક પર તહેનાત એક જવાને જણાવ્યું કે મિકેનાઈઝ્ડ ઈન્ફેન્ટ્રી સેનાનો એડવાન્સ હિસ્સો છે. તે કોઈ પણ મોસમ અને વિસ્તારમાં યુદ્ધ કરવાનો અનુભવ ધરાવે છે. મિસાઈલ સ્ટોરેજ અને હાઈ મોબિલિટી એમ્યૂનિશન જેવી ખાસિયતના કારણે આપણે લાંબા સમય સુધી યુદ્ધ કરવાની કાબિલિયત ધરાવીએ છીએ. ઈન્ફેન્ટ્રીમાં તહેનાત જવાનને કોઈ પણ પ્રકારના હથિયાર ચલાવવા માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે.

ભારતની આર્મડ રેજીમેન્ટની પાસે થોડી જ વારમાં એલએસી પાસે પહોંચવાની ક્ષમતા છે અને અહીં રેજીમેન્ટ આમ કરીને જોઈ ચૂકી છે. ત્યારે 29-30 ઓગસ્ટે ચીને તેની ટેન્કોને તૈયાર કરી હતી અને ભારતની કેટલીક પોસ્ટ પર કબ્જો કરવાની કોશિશ કરી હતી. જોકે ભારતીય જવાનોએ ચીનની ઘુસણખોરીને નિષ્ફળ બનાવી છે એટલું જ નથી પરંતુ પેંગોન્ગના દક્ષિણ કિનારાના મુખ્ય શિખરો પર પણ કબ્જો કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.