ખિસ્સા પર વધુ એક માર! વધી શકે છે પેટ્રોલ-ડીઝલનાં ભાવ

Business
Business

રોજિંદા જીવનમાં વપરાતી સૌથી મહત્વપૂર્ણ વસ્તુઓમાં પેટ્રોલ અને ડીઝલ છે. જ્યારે પણ તેની કિંમતોમાં વધારો થાય છે ત્યારે તેની અસર વ્યક્તિના ખિસ્સા પર પડે છે. જો કે હવે તેની કિંમત વધી શકે છે તેવી માહિતી મળી છે. જો કે તમામ રાજ્યોમાં આવું નથી, પરંતુ હાલ માત્ર કર્ણાટકમાં રહેતા લોકોને ભાવ વધારાનો સામનો કરવો પડી શકે છે.

શું છે સમગ્ર મામલો?

કર્ણાટકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની સંભાવના છે કારણ કે રાજ્ય સરકારે વેચાણ વેરામાં 29.84% અને 18.44% નો સુધારો કર્યો છે. પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, કર્ણાટકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 3 રૂપિયા અને 3.05 રૂપિયાનો વધારો થવાની સંભાવના છે.

પાકિસ્તાનમાં પેટ્રોલને લઈને હોબાળો થઈ રહ્યો છે

તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે પાકિસ્તાન સરકારે ઈદ-ઉલ-અઝહા પહેલા પેટ્રોલ અને હાઈ-સ્પીડ ડીઝલ (એચએસડી)ના ભાવમાં અનુક્રમે પાકિસ્તાની રૂપિયા 10.20 અને પાકિસ્તાની રૂપિયા 2.33 પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે.

એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારે શુક્રવારે વડા પ્રધાન કાર્યાલયના એક નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે કટ પછી, પેટ્રોલની કિંમત પાકિસ્તાની રૂપિયા 258.16 પ્રતિ લિટર અને HSDની કિંમત પાકિસ્તાની રૂપિયા 267.89 પ્રતિ લિટર થશે. આ કાપ શનિવારથી લાગુ થશે. ભારતમાંથી પેટ્રોલ અને ડીઝલના ભાવની સરખામણી કરીએ તો તે હજુ પણ અઢી ગણી વધારે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.