અનંત અંબાણીએ તેના મિત્રોને કરોડોની કિંમતની ઘડિયાળ આપી ગિફ્ટ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અનંત અંબાણીએ તેમના મિત્રોને આપેલી રિટર્ન ગિફ્ટને લઈને એક લેટેસ્ટ અપડેટ આવ્યું છે, જેના વિશે જાણીને તમે ચોંકી જશો. અનંતે તેના નજીકના મિત્રોને ખાસ ભેટ આપી છે, જેની કિંમત કરોડોમાં છે.

અનંત અંબાણીએ તેના મિત્રોને કરોડોની કિંમતની ઘડિયાળ આપી ગિફ્ટ: દેશના અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્રના શાહી લગ્નની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં આવનાર મહેમાનોને આપવામાં આવેલી લક્ઝરી ગિફ્ટને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે. અનંત અંબાણીએ તેમના કેટલાક ખાસ મિત્રોને કરોડોની કિંમતની ઓડેમર્સ પિગ્યુટ ઘડિયાળો ભેટમાં આપી છે. અનંત અંબાણીએ ભેટમાં આપેલી ઘડિયાળોની કિંમત જાણીને તમે દંગ રહી જશો. ઘડિયાળ 18 કેરેટ સોનાની બનેલી છે, જેની કિંમત 2 લાખ ડોલર એટલે કે રૂ. 1.67 કરોડ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.