લદ્દાખમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, રિક્ટર સ્કેલ પર નોધાઇ 3.4 તીવ્રતા
- લદ્દાખમાં ભૂકંપનો આંચકો
- રિક્ટર સ્કેલ પર 3.4ની માપવામાં આવી
લદ્દાખની ધરતી ફરી ધ્રુજી ઉઠી છે. લદ્દાખમાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો આવ્યો હતો. સિસ્મોલોજી વિભાગ મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4ની માપવામાં આવી હતી. ભૂકંપ આજે વહેલી સવારે 8 વાગ્યેને 25 મિનિટે નોંધાયો હતો. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે ભૂકંપથી કોઇ જાનહાનિ કે અન્ય નુકસાનીના સમાચાર હજૂ સુધી મળ્યા નથી. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં 10 કિલોમીટર નીચે હોવાનું સામે આવ્યું છે.