દેશમાં ઘુસણખોરીનો પ્રયાસ! આંતરરાષ્ટ્રીય સરહદ પાસે પકડાયા પાકિસ્તાની અને અફઘાન નાગરિક

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પંજાબના તરનતારન અને ગુરદાસપુરથી મોટા સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના બંને સ્થળોએથી એક-એક વિદેશી નાગરિક ઝડપાયો છે. તરનતારનમાંથી BSF જવાનોએ એક પાકિસ્તાની નાગરિકને પકડી લીધો છે. સૈનિકોએ આ છોકરાને તરનતારનના એક ગામમાંથી પકડ્યો છે.

માત્ર 16 વર્ષનો છોકરો 

પકડાયેલા છોકરાની ઉંમર 16 વર્ષ છે અને તેણે પોતાને પાકિસ્તાનના કાસુરનો રહેવાસી હોવાનું જાહેર કર્યું છે. આ યુવક પાસેથી એક મોબાઈલ ફોન અને 100 રૂપિયાની પાકિસ્તાની ચલણી નોટ મળી આવી હતી. પંજાબ ફ્રન્ટિયરના બીએસએફ પીઆરઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

ગુરુદાસપુરમાં પણ આંતરરાષ્ટ્રીય સરહદે અફઘાન નાગરિક ઝડપાયો

ગુરુદાસપુરમાં પણ 5 ફેબ્રુઆરીએ, BSF સૈનિકોએ ગુરદાસપુર જિલ્લાના એક ગામ પાસે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય વિસ્તારમાં પ્રવેશતા અફઘાન નાગરિકને પકડ્યો હતો. તેના કબજામાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. BSFએ તેને પકડીને વધુ તપાસ માટે પોલીસને હવાલે કર્યો હતો. પંજાબ ફ્રન્ટિયરના BSF PROને ટાંકીને પણ આ માહિતી સામે આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.