કોરોના રસી માટે 35 હજાર કરોડ રૂપિયાની જાહેરાત, આરોગ્ય ક્ષેત્રમાં 37 ટકાનો વધારો

Business
Business

લોકોની તંદુરસ્તી વધારવા પર ભાર: 64,180 કરોડની પીએમ આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના જાહેર, આરોગ્યનું બજેટ 135 ટકા વધારી 2.38 લાખ કરોડ કરાયું, ઈન્ટીગ્રેટેડ આરોગ્ય કેન્દ્રો, લેબ, ઈમરજન્સી આરોગ્ય કેન્દ્રો, લોકડાઉન લાગુ ન કરવાની મોટી કિંમત ચુકવવી પડત: નાણામંત્રી

નાણાપ્રધાન નિર્મલા સીતારામે આજે રજુ કરેલા બજેટમાં આફત જેવી મહામારી કોરોના વેકસીન માટે 35 હજાર કરોડનું ભંડોળ ફાળવવા જાહેરાત કરી છે. દેશમાં આરોગ્ય સેવાઓને સુધારવા નવી પીએમ આત્મ નિર્ભર સ્વસ્થ ભારત યોજનાની શરૂઆત કરાશે. આરોગ્ય ક્ષેત્ર માટેનું બજેટ આ વર્ષે 135 ટકા વધારીને 2.38 લાખ કરોડ કરવામાં આવ્યું છે. બજેટ રજુ કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર હવે તમામ લોકો તંદુરસ્ત રહે તેવી નેમ ધરાવે છે.દેશમાં મહામારી ફેલાય જ નહિં તેવા પ્રયાસો આ રસ્તે કરાશે અને ફેલાય તો પણ તેની નાબુદી પર ધ્યાન અપાશે.

ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ઈન્ટીગ્રેટેડ આરોગ્ય કેન્દ્રો ખોલાશે તો 17 પબ્લીક હેલ્થ યુનિટો શરૂ કરાશે તમામ જીલ્લામાં આરોગ્ય લેબ અને જીલ્લામાં આધુનિક ઈમરજન્સી આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે તેમ પણ નાણાપ્રધાને જણાવ્યું હતું.આરોગ્ય સેવાઓને સુધારવા માટે નવી પીએમ આત્મ નિર્ભર સ્વસ્થ ભારત યોજનાની શરૂઆત કરાશે. જેના માટે 64.180 કરોડની ફાળવણી કરાઈ છે. છ વર્ષનાં ગાળામાં આ યોજના હેઠળ હાલની આરોગ્ય સંસ્થાઓને વધુ ઉન્નત બનાવાશે અને નવી સંસ્થા ઉભી કરાશે.

નેશનલ હેલ્થ મિશન ઉપરાંતની આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આવેલા હેલ્થ સેન્ટર્સને વધુ સક્ષમ બનાવવા, દરેક જિલ્લામાં ઈન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબ ઉભી કરવી, 11 રાજ્યોમાં બ્લોક હેલ્થ યુનિટ, ક્રિટિકલ હેલ્થ હોસ્પિટલો ઉભી કરવાનો રહેશે. આ સિવાય, મોબાઈલ હોસ્પિટલો પણ ઉભી કરાશે. હેલ્થ ક્ષેત્રે રિસર્ચ વધારવા માટે પણ લેબ્સ તેમજ ઈન્સ્ટિટ્યૂટ ઉભા કરાશે. કોરોનાની વેક્સિન માટે 35 હજાર કરોડ ફાળવાયા, જરુર પડે તો વધુ ફંડ ફાળવવા પણ સરકાર તૈયાર હેલ્થકેર માટે આ બજેટમાં 2.38 લાખ કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે, જે ગત વર્ષ કરતાં 13પ ટકા વધુ છે.

આત્મનિર્ભર ભારત પર ભાર આપતા નિર્મલા સિતારમણે જણાવ્યું કે મજબૂત માળખાગત સુવિધા, ખેડૂતોની આવક બમણી કરવા, મહિલા સશક્તિકરણ, બહેતર આરોગ્ય સુવિધાઓ સરકારની પ્રાથમિકતા. 2021-22નું બજેટ છ પાયા પર રચાયેલું હશે. હેલ્થ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સૌનો સર્વાંગી વિકાસ, માનવ મૂડી, સંશોધન અને મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ. પર ભાર અપાયો છે. લોકડાઉન અને ત્યારબાદ સર્જાયેલી સ્થિતિ દરમિયાન સરકારે જાહેર કરેલી આર્થિક રાહતો ઉપરાંત ઉદ્યોગોને પેકેજ સહિતના જે પણ પગલાં લીધા તેનો ઉલ્લેખ નાણાંમંત્રીએ પોતાની બજેટ સ્પીચમાં જણાવ્યું કે કોરોનાકાળમાં સરકારે પાંચ મિની બજેટ જાહેર કરી અર્થતંત્રને બેઠું કરવાના પ્રયાસ કર્યા. 11.05 લોકડાઉન ના લાગુ કરવાની મોટી કિંમત ચૂકવવી પડી હોત. તેવુ પણ કહ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.