અમિત શાહનો રાહુલને જવાબ: જ્યારે દેશના જવાનો સંઘર્ષ કરી રહ્યા હોય, ત્યારે પાકિસ્તાન અને ચીન ખુશ થાય એવા નિવેદન ન કરવા જોઈએ.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

લદ્દાખ ચીન સાથે સીમા વિવાદ પર ગૃહ મંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પર પલટવાર કર્યો છે. શાહે રાહુલના ‘સરેન્ડર’મોદી વાળા ટ્વિટ અંગે કહ્યું કે, પાર્લામેન્ટ શરૂ થશે, ચર્ચા કરવી હોય તો આવજો.૧૯૬૨થી આજ સુધીના મુદ્દે ચર્ચા કરવા માટે અમે તૈયાર છીએ. કોઈ ચર્ચાથી ડરતું નથી. પરંતુ જવાન સરહદ ઉપર સંઘર્ષ કરી રહ્યા હોય અને સરકાર ઠોસ પગલા ભરી રહી હોય, ત્યારે પાકિસ્તાન અને ચીન ખુશ થાય તેવા નિવેદનો ન આપવા જોઈએ.

દેશ અને દિલ્હીમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરી. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પાર્ટી ભાજપ ઉપર લોકશાહી ખતમ કરવાનો આરોપ લગાવી રહી છે. તેના ઉપર શાહે કહ્યું કે લોકશાહી શબ્દનો અર્થ ઘણો વિસ્તૃત છે. અનુશાસન અને આઝાદી તેના મૂલ્ય છે. અડવાણીજી, રાજનાથજી, ગડકરીજી અને ફરી રાજનાથજી પાર્ટીના અધ્યક્ષ બન્યા. હવે નડ્ડાજી અધ્યક્ષ છે. શું આ બધા એકજ પરીવારના છે? ઈન્દિરાજી પછી કોંગ્રેસના અધ્યક્ષ ગણાવો કે ગાંધી પરીવાર બહારથી કોણ આવ્યું? તેઓ લોકશાહીની શું વાત કરશે?

સરકાર ભારત વિરોધી પ્રોપેગેંડા સામે લડવામાં સક્ષમ છે, પણ આવું જોઈને દુઃખ થાય છે કે આવડી મોટી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ આવું ગંદુ રાજકારણ કરે છે. સરેન્ડર મોદી વાળા ટ્વિટ અંગે તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને રાહુલે પોતાના વિશે વિચારવું જોઈએ. તેમની આ વાતને પાકિસ્તાન અને ચીનમાં લોકો હેશટેગ લગાવીને સોશિયલ મીડિયામાં વાઈરલ કરી રહ્યા હતા. કોંગ્રેસે આ વિશે વિચારવું જોઈએ કે તેમની પાર્ટીના નેતાના નિવેદનોથી ચીન-પાકિસ્તાનને પ્રોત્સાહન મળે છે, એ પણ આવા સંકટના સમયમાં.

સરકાર કોરોના વિરુદ્ધ લડાઈ લડશે. હું રાહુલ ગાંધીને સલાહ ન આપી શકું, આ તેમની પાર્ટીના નેતાઓનું કામ છે. ઘણા વોકોની વક્રદ્રષ્ટી હોય છે. એ લોકો સાચાને પણ ખોટી રીતે જુએ છે. ભારત કોરોના સામે ઘણી સારી રીતે લડી રહ્યો છે. આપણા કોરોનાના આંકડા દુનિયાના અન્ય દેશો કરતા સારા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.