અમિત શાહ આસામ પહોંચ્યા, મણીપુરની પણ લેવાના છે મુલાકાત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ શુક્રવારે રાત્રે ગુવાહાટી પહોંચ્યા હતા. આસામ ભાજપનાા કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું.

અમિત શાહ બે દિવસના આસામ તેમજ મણીપુરના પ્રવાસે ગયા હતા. આસામ અને મણીપુરમાં તેમના કેટલાક કાર્યક્રમો થવાના છે. અત્યાર પહેલા તેમણે એક કરતાં વધુ વખત પશ્ચિમ બંગાળની મુલાકાત લીધી હતી. 2021માં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી થવાની છે.

આસામની મુલાકાત દરમિયાન અમિત શાહ આસામ ભાજપના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક યોજશે અને ઇશાન ભારતનાં રાજ્યોમાં પ્રવર્તતી વિવિધ સમસ્યા વિશે વાત કરશે. અત્રે એ નોંધનીય છે કે આસામમાં નાગરિકોનું રાષ્ટ્રીય રજિસ્ટર તૈયાર કરવાની યોજનામાં ઘોંચ પડી હતી અને 19 લાખ નાગરિકોનાં નામ મતદાતા યાદીમાંથી ગૂમ થયા હતા. આ વિશે સુપ્રીમ કોર્ટમાં ધા નખાઇ હતી અને સુ્પ્રીમ કોર્ટે રચેલી સમિતિ દ્વારા નવેસર આ રજિસ્ટર તૈયાર કરવાની કવાયત હાથ ધરાઇ હતી.

ઇશાન લોકતાંત્રિક ગઠબંધનના પ્રવક્તા હિમંત વિશ્વ સરમાએ કહ્યું કે ગૃહ પ્રધાન બોડોલેન્ડ પ્રાદેશિક પરિષદના નવા ચૂંટાયેલા સભ્યો સાથે પણ બેઠક યોજશે. સેન્ટ્ર્લ આસામના બાતાદ્રવ વિસ્તારમાં વૈષ્ણવ સંત શ્રીમંત શંકરદેવના જન્મસ્થાનના સૌંદર્યીકરણ કાર્યક્રનો શિલાન્યાસ પણ અમિત શાહ કરશે. આસામમાં 800 કરોડના ખર્ચે દેશની સૌથી મોટી મેડિકલ કૉલેજ હૉસ્પિટલ સ્થપાવાની છે. એનો શિલાન્યાસ પણ ગૃહ પ્રધાન કરશે. આવતી કાલે સવારે આસામના જગપ્રસિદ્ધ કામાક્ષી મંદિરમાં પૂજાઅર્ચના કર્યા બાદ અમિત શાહ મણીપુર જવા રવાના થશે જ્યાં તેઓ વિવિધ યોજનાનો પ્રારંભ કરશે. ઇમ્ફાલમાં એક મેડિકલ કૉલેજ, એક આઇઆઇટી, એક સરકાર ગેસ્ટ હાઉસ, મણીપુર પોલીસના વડા મથક વગેરેના શિલાન્યાસ કરશે.

રવિવારે મણીપુરના કાર્યક્રમો પૂરા કરીને ગૃહ પ્રધાન રવિવારેજ પાટનગર નવી દિલ્હી પાછા ફરશે. આ કાર્યક્રમનો હેતુ પણ આસામની પ્રજાની લાગણી જીતવાનો છે. 2021માં આસામ વિધાનસભાની પણ ચૂંટણી થવાની છે. ઇશાન ભારતનાં સંવેદનશીલ રાજ્યોમાં પણ આસામનો સમાવેશ થાય છે. અહીં કેટલાક વિસ્તારોમાં મૂળ આસામી પ્રજા લઘુમતીમાં આવી ગઇ છે અને બાંગ્લા દેશના કહેવાતા ઘુસણખોરો બહુમતીમાં આવી ગયા છે એટલે અવારનવાર અથડામણો થાય છે. આસામ ગણ સંગ્રામ પરિષદ જેવી કેટલીક પ્રાદેશિક આતંકવાદી સંસ્થાઓ હિંસા આચરતી રહે છે. કેન્દ્ર સરકાર આસામ માટે પણ લોકહિતનાં કાર્યો કરવા ઉત્સુક છે એવું અમિત શાહની મુલાકાત દ્વારા દાખવવાની ભાજપની નેમ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.