૧૨.૧૫ કરોડ ડોલરનું રિફંડ ચુકવવા અમેરિકાના એર ઇન્ડિયાને આદેશ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અમેરિકાએ ટાટા ગુ્રપના માલિકીની એર ઇન્ડિયાને યાત્રીઓને રિફન્ડ પેટે ૧૨.૧૫ કરોડ ડોલરની ચુકવણી કરવા જણાવ્યું છે. બીજી તરફ યાત્રીઓને રિફંડ કરવામાં વધારે વિલંબ થવા બદલ દંડ પેટે ૧૪ લાખ ડોલર ચુકવવાનો આદેશ આપ્યો છે.અમેરિકાના ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર એર ઇન્ડિયાનો એવી છ એરલાઇન્સમાં સમાવેશ થાય છે જે કુલ ૬૦ કરોડ ડોલરનું રિફંડ ચુકવવા સંમત થઇ છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે અમેરિકાની રિફન્ડ ઓન રિકવેસ્ટ પોલિસી તેમના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટ પોલિસીથી વિરુદ્ધ છે. જેમાં એરલાઇન્સને ફલાઇટ કેન્સલ અથવા ચેન્જ થવાની સ્થિતિમાં યાત્રીને કાયદાકીય રીતે રિફંડ ચુકવવું પડે છે.તમામ કેસો જેમાં એર ઇન્ડિયાને રિફન્ડ ચુકવવાનો આદેશ આપવામાં આવ્યો છે અને એરલાઇન્સ જેના માટે સંમત પણ થઇ છે તે ટાટા ગુ્રપ દ્વારા કરવામાં આવેલા અધિગ્રહણ પહેલાના છે.એક સત્તાવાર તપાસમાં સામે આવ્યું છે કે એર ઇન્ડિયાએ પરિવહન વિભાગ પાસે દાખલ એ ૧૯૦૦ રિફન્ડ ફરિયાદોમાં અડધાથી વધુને પ્રોસેસ કરવામાં ૧૦૦ દિવસથી વધુનો સમય લાગ્યો હતો.એર ઇન્ડિયા આ યાત્રીઓને રિફન્ડની પ્રોસેસમાં લાગતા સમયની માહિતી એજન્સીને માહિતી પૂરી પાડી શક્ી ન હતી. અમેરિકન પરિવહન વિભાગે જણાવ્યું છે કે એર ઇન્ડિયાએ પોતાની રિફંડ પોલિસી છતાં યાત્રીઓને યોગ્ય સમયે રિફંડ ચુકવ્યું ન હતું. જેના કારણે ગ્રાહકોને રિફંડ પ્રાપ્ત કરવામાં વિલંબથી નુકસાન સહન કરવું પડયું હતું.એર ઇન્ડિયા ઉપરાંત ફ્રન્ટીઅર ટેપ પોર્ટુગલ, એરો મેક્સિકો, ઇઆઇ એઆઇ અને એવિએન્કાને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. ફ્રન્ટીઅરને ૨૨.૨ કરોડ ડોલર રિફંડ પેટે અને ૨૨ લાખ ડોલર દંડ પેટે ચુકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.ટેપ પોર્ટુગલને ૧૨.૬૫ કરોડ ડોલરનું રિફંડ અને ૧૧ લાખ ડોલરનો દંડ, એવિએન્કાને ૭.૬૮ કરોડ ડોલરનું રિફંડ અને ૭.૫ લાખ ડોલરનો દંડ, ઇઆઇ એઆઇને ૬.૧૯ કરોડનું રિફંડ અને ૯ લાખ ડોલરનો દંડ અને એરો મેક્સિકોને ૧.૩૬ કરોડનું રિફંડ અને ૯૦ હજાર ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.