દેશભરમાં કૃષિ સાધનો એક જ ભાવે મળશે
કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી શોભા કરંદલાજેએ જણાવ્યું હતું કે કૃષિ મશીન નિર્માતાઓ અને ડીલરોને દેશભરમાં એક જ કિંમતે તેમના ઉત્પાદનો વેચવાનો નિર્દેશ અપાયો છે. ગોવામાં કેન્દ્ર પ્રાયોજીત કૃષિ યોજનાઓના ક્રિયમ્વયન પર રાજયના કૃષિમંત્રી ચંદ્રકાંત કાવલેકર અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક દરમિયાન કરી હતી. કેન્દ્રીય શ્રમમંત્રી ભુપેન્દ્ર યાદવે યુવાનોના રોજગારમાં વધારો કરવાના લક્ષ્યથી ડીઝી સક્ષમ યોજનાની શરુઆત કરી છે. આ ઝુંબેશથી લોકોને પોતાની ડિઝીટલ ક્ષેત્રમાં કામકાજની ક્ષમતા વધારવામાં મદદ મળશે. આ કાર્યક્રમમાં માઈક્રો સોફટ ઈન્ડીયા સરકારની મદદ કરી રહી છે. આ પહેલેથી પ્રથમ વર્ષમાં ત્રણ લાખ યુવાનોને ડીઝીટલ સ્કીમ મફતમાં શિખવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેમાં કોમ્પ્યુટર ટેકનીક સાથે જોડાયેલ પ્રારંભીક જાણકારીઓ સિવાય એડવાન્સ કોમ્પ્યુટીંગ સુધીની તાલીમ આપવામાં આવશે. નોકરી શોધતા નેશનલ કેરીયર સર્વિસ પોર્ટલથી તેનો ફાયદો ઉઠાવી શકશે.