એરટેલે જીયો ફરી પાછળ છોડ્યું, જાન્યુઆરીમાં જોડ્યાં 58 લાખ નવા ગ્રાહકો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ટેલિકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નવા રિપોર્ટ પ્રમાણે દેશમાં એક્ટિવ વાયરલેસ કનેક્શનની સંખ્યા 97.8 કરોડ થઈ ગઈ છે. તો કુલ વાયરલેસ સબ્સક્રાઈબરની સંખ્યા 118 કરોડને પાર થયો છે. માત્ર જાન્યુઆરી 2021માં આસે 97 કરોડ નવા ગ્રાહકો જોડાયા છે. આ રિપોર્ટમાં સૌથઈ વધારે ખાસ વાત એ છે કે, MNP કરનારાઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જાન્યુઆરીમાં 76.3 લાખ લોકોને એમએનપી માટે અરજી કરી છે. તેનો સીધો અર્થ એ છએ કે, લોકો પોતાની ટેલિકોમ કંપનીની સેવાઓથી સંતુષ્ટ નથી.

ટ્રાઈના નવા રિપોર્ટ પ્રમાણે બિહારમાં અત્યારે મોબાઈલ ઉપયોગ કરનારાઓની સંખ્યામાં દેશમાં સૌથી ઓછી છે. બિહામાં મોબાઈલ યુઝર્સની સંખ્યા આશરે 5.3 કરોડ છે. જે સૌથી ઓછી છે. તો દિલ્લીમાં સૌથી વધારે એટલે કે, 27.4 કરોડ છે. આ સંખ્યા મોબાઈલ અને ટેલિફોન બંનેની છે.

ટ્રાઈના રિપોર્ટ પ્રમાણે વાયરલેસ સબ્સક્રાઈબર્સ માર્કેટમાં જીયોની ભાગીદારી 35.30 ટકા છે. જ્યારે 29.62 ટકાની સાથે એરટેલ બીજા નંબરે, 24.58 ટકાની સાથે વોડાફોન આઈડિયા ત્રીજા નંબર ઉપર અને 10.21ની સાથે બીએસએનએલ ચોથા નંબર ઉપર છે.

જાન્યુઆરી 2021માં એરટેલે ગ્રાહકોને જોડવામાં બાજી મારી છે. જાન્યુઆરીમાં એરટેલમાં સૌથી વધારે 58 લાખ નવા ગ્રાહકો જોડાયા છે. જ્યારે જીયોને 19 લાખ, વોડાફોન આઈડિયાને 17 લાખ અને બીએસએનએલને 8 લાખ નવા ગ્રાહકો મળ્યાં છે. જણાવી દઈએ કે, આ પહેલા પણ નવા ગ્રાહકોને જોડવા માટે એરટેલે જીયોને પાછળ છોડ્યું છે.

નવેમ્બર 2020માં એરટેલે જીયોને પછાડતા 43 લાખ નવા ગ્રાહકો જોડ્યાં હતાં. તે પહેલા ઓક્ટોબરમાં પણ એરટેલે જીયોના નવા ગ્રાહકોને જોડવાના કિસ્સામાં પાછળ છોડી દીધા છે. ઓક્ટોબર 2020માં એરટેલે 36.7 લાખ નવા ગ્રાહકો જોડ્યાં હતાં. જ્યારે જીયોને 22.2 લાખ નવા ગ્રાહકો મળ્યાં હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.