દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ફરી ગંભીર કેટેગરીમાં હવા ગુણવત્તા 400ને પાર
રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ લોકોના જીવ લેવા તત્પર છે. સવારે લોકો જાગ્યા ત્યારે તેમને આકાશમાં ધુમ્મસનું ગાઢ પડ જોવા મળ્યું. સુપ્રીમ કોર્ટ કેન્દ્ર અને દિલ્હી સરકારને સતત ઠપકો આપી રહી છે. આમ છતાં દિલ્હીમાં વાયુ પ્રદૂષણના સ્તરમાં ખાસ ઘટાડો થયો નથી. રાજધાની દિલ્હીનો AQI ફરી એકવાર ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે. AQI ડેટા CPCB દ્વારા દિલ્હીમાં સવારે 8 વાગ્યે બહાર પાડવામાં આવ્યો હતો. આ હિસાબે દિલ્હીમાં AQI 420 નોંધવામાં આવ્યો છે.
ધુમ્મસના કારણે દિલ્હી જતી અને ટ્રેનોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આનંદ વિહાર ટર્મિનલથી દાનાપુર જતી જનસાધારણ એક્સપ્રેસ ટ્રેન 661 મિનિટ મોડી પડી હતી. જ્યારે હઝરત નિઝામુદ્દીન હમસફર એક્સપ્રેસ 110 મિનિટ મોડી પડી હતી. જ્યારે રૂનીચા એક્સપ્રેસ 24 મિનિટ મોડી ચાલી રહી છે.
Tags Air pollution Delhi