લોકસભા ચૂંટણી અગાઉ ભાજપ પશ્ચિમી યુપીમાં જિલ્લા-મહાનગર પ્રમુખો બદલશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભાજપ 2024ની ચુંટણી અગાઉ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં પોતાના 19 જીલ્લા પ્રમુખો  અને મહાનગર અધ્યક્ષમાંથી અડધાને બદલી નાખે તેવી શક્યતા છે. નેતૃત્વએ નેતાગીરીમાં ફેરફાર કરવાનું મન બનાવી લીધું છે. સ્થાનિક નેતાઓ અને કાર્યકરોના રીપોર્ટને આધારે નવા જિલ્લા પ્રમુખોના નામ નક્કી થઈ ગયા છે.

પક્ષ અત્યારે મહાસંપર્ક અભિયાનમાં વ્યસ્ત છે. 20 જુન બાદ પશ્ચિમ ક્ષેત્ર અને પ્રદેશના નેતા સમીક્ષા બેઠક યોજીને નામ ફાઇનલ કરી દેશે. જુલાઈના પ્રારંભિક અઠવાડિયામાં નવા જિલ્લા પ્રમુખોની જાહેરાત થઇ છે. સ્થાનિક ચુંટણીમાં ભાજપે મેરઠ,મુરાદાબાદ અને સહારનપુરના ઘણા જિલ્લાઓમાં સારું પ્રદર્શન કર્યું છે તો ઘણામાં પાર્ટીએ જીતવાવાળી બેઠકો ગુમાવી દીધી છે.

ગાઝિયાબાદ, હાપુડ અને બાગપતમાં પાર્ટી સારી સ્થિતિમાં હોવા છતાં નગરપાલિકા ચેરમેનની બેઠક ગુમાવવાથી ટોચનું નેતૃત્વ ખૂબ જ નારાજ છે. બીજી તરફ રાજ્યની કમાન ભૂપેન્દ્ર સિંહ ચૌધરીને અને પશ્ચિમ યુપીની જવાબદારી સતેન્દ્ર સિસોદિયાને સોંપ્યા બાદ હજુ સુધી સંગઠનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સંજોગોમાં પાર્ટી લોકસભા ચુંટણીની તૈયારીને મજબૂત કરવા માટે સંગઠનને ફરી બનાવવાની તૈયારીમાં છે.

પશ્ચિમ યુપીના ત્રણેય મંડળો (મેરઠ, સહારનપુર અને મુરાદાબાદ)માં ભાજપે કુલ 19 જિલ્લા પ્રમુખ અને મહાનગર પ્રમુખોની નિમણૂક કરી છે. મોટા નેતાઓની વાત મુજબ દસ પ્રમુખ નિશ્ચિતપણે બદલાઈ જશે તેમ માનવામાં આવી રહ્યું છે. ગાઝિયાબાદ, હાપુડ, મેરઠ, અમરોહા, બાગપત, બુલંદશહર, શામલી અને મુઝફ્ફરનગરમાં જીલ્લા પ્રમુખો બદલાવાનું નક્કી છે. સંગઠનની ફેરબદલમાં 2024ની લોકસભા ચુંટણી અને જાતિગત સમીકરણોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પ્રમુખપદના દાવેદાર મેરઠ,લખનૌ અને દિલ્હીના ચક્કર લગાવી રહ્યા છે . પાર્ટીના નેતાઓના જણાવ્યા અનુસાર 20 જૂન પછી ટોચના નેતાઓ સાથે બેસીને સંગઠનની પુનઃરચના કરવાની યોજના છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં જિલ્લા પ્રમુખો અને મહાનગર પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવશે.

ભાજપના પ્રદેશ સંગઠનની જાહેરાત પણ જુલાઈના પ્રથમ અઠવાડિયામાં થઇ જશે. ત્રણેય મંડળમાં ભાજપના જે નેતાઓ ચુંટણી લડી શક્ય નથી અથવા પાછલી ચુંટણીમાં ધારાસભ્ય નહોતા બન્યા તે મહામંત્રી બનવા માટે દાવો કરી રહ્યા છે.  આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવી પ્રાદેશિક ટીમની રચના કરવામાં આવશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર સંગઠનના કેટલાય પદાધિકારીઓને પડતા મુકવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.