ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ બાદ હવે ISRO કરશે સૂર્ય પર પહોચવાની તૈયારી
મિશન મૂન અંતગર્ત ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) એ ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને ઇતિહાસ રચ્યો હતો. ત્યારબાદ ISRO મિશન સન હેઠળ સૂર્ય સુધી પહોંચવાની તૈયારી કરી રહ્યું છે. 2 સપ્ટેમ્બરના રોજ ISRO PSLV રોકેટ દ્વારા સતીશ ધવન સ્પેસ સેન્ટર SHAR (SDSC SHAR) શ્રીહરિકોટાથી આદિત્ય-L1 લોન્ચ કરશે.
ISRO નું આદિત્ય L1 મિશન ભારતીય અવકાશ એજન્સીનું સૌથી મુશ્કેલ મિશન છે. ઈસરોના વડા એસ. સોમનાથે પણ તાજેતરમાં કહ્યું હતું કે ભારત હવે સૂર્ય પર તૈયારી કરી રહ્યું છે. તેમણે કહ્યું, “છેલ્લા કેટલાક મહિનાઓથી સ્પેસ એજન્સીનું ધ્યાન ચંદ્રયાન-3 પર હતું. તેમજ ISRO અન્ય પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહ્યું છે જે આગામી મહિનાઓમાં ઉડાન ભરવા માટે તૈયાર છે.
Tags chandrayan india ISRO Rakhewal SUN