આગામી અઠવાડિયા સુધી ઓખા ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રાજકોટ ડિવિઝનમાં આવેલા બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવતા 12મી ફેબુ્આરી સુધી રેલ ટ્રાફિકને અસર થશે.જેમાં ભાવનગર-ઓખા-ભાવનગર ઓખા ટ્રેન અઠવાડિયા સુધી આંશિક રીતે રદ થશે.આમ ડબલ ટ્રેકના કામને કારણે ભાવનગર-ઓખા એક્સપ્રેસ તા.2-2 થી તા.10-2 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી અને ઓખાથી ભાવનગર આવતી ટ્રેન તા.3-2 થી તા.11-2 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર ચલાવવામાં આવશે.જેમાં આ ટ્રેનો સુરેન્દ્રનગર-ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.આ સિવાય રાજકોટ-પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ તા.7-2 થી તા.11-2 સુધી ઓખા-વેરાવળ એક્સપ્રેસ તા.6-2 થી તા.11-2 સુધી અને વેરાવળ-ઓખા એક્સપ્રેસ તા.7-2 થી તા.12-2 સુધી રદ્દ કરવામાં આવી છે.આ સિવાય અમદાવાદ-વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસને તા.3-2થી તા.11-2 સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગરથી અમદાવાદ વચ્ચે દોડશે.બાંદ્રા-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન તા.6-2 થી તા.10-2 સુધી બાંદ્રાથી સુરેન્દ્રનગર સુધી અને વેરાવળ-બાંદ્રા ટ્રેન તા.7-2 થી તા 11-2 સુધી સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી દોડાવાશે.આ ઉપરાંત જબલપુર-વેરાવળ એક્સપ્રેસ તા.10-2ના રોજ જબલપુરથી 8 કલાક મોડી ઉપડશે.આ જ રીતે તા.11-2ની વેરાવળ-જબલપુર અને વેરાવળ-પુણે એક્સપ્રેસ ટ્રેન વેરાવળથી સાત કલાક મોડી ઉપડશે.પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ તા.11-2ના રોજ પોરબંદર-રાજકોટ વચ્ચે 15 મિનિટથી 30 મિનિટ સુધી મોડી થશે.તા.31-1 થી તા.11-2ના સમયગાળામાં પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ અને મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર એક્સપ્રેસ માર્ગમાં ૩૦ મિનિટ મોડી થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.