મુકેશ અંબાણી બાદ હવે આ ભારતીય ઉદ્યોગપતિએ નોંધાવી નાદારી, પુત્રીના લગ્નમાં કર્યો હતો અધધ… 485 કરોડનો ખર્ચ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલના નાના ભાઈ પ્રમોદ મિત્તલે પોતાની પુત્રીના લગ્નમાં આશરે 485 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. હવે તે બ્રિટનના સૌથી મોટા દેવાળીયા થઈ ગયા છે. તેનું કહેવું છે કે, તેના ઉપર આશરે 254 કરોડ પાઉન્ડની ઉધારી છે અને તેની પત્ની તેનો ખર્ચ ઉઠાવી રહી છે.

કોર્ટમાં નાદારી કરી જાહેર

64 વર્ષના મિત્તલ આ વર્ષે ઉનાળા પહેલા જ લંડનની ઈનસોલ્વેન્સી અને કંપનીઝ કોર્ટ દ્વારા નાદારી જાહેર કરી છે. તેનું કહેવું છે કે, તેના ઉપર 254 કરોડ પાઉન્ડ એટલે કે આશરે 25 હજાર કરોડ રૂપિયાની ઉધારી છે. તેમાં તે 17 કરોડ પાઉન્ડની ઉધારી પણ શામેલ છે જે તેણે 94 વર્ષ પહેલા પિતા પાસેથી મેળવ્યાં હતાં. આવી રીતે તેની પત્ની સંગીતા પાસે 11 લાખ પાઉન્ડ, પુત્ર દિવ્યેશ પાસે 24 લાખ પાઉન્ડ અને પોતાના એક નજીકના સંબંધી અમિત લોહિયા પાસેથી 11 લાખ પાઉન્ડ ઉધાર લીધા છે.

કોની કોની પાસેથી લીધા છે રૂપિયા

તેનું કહેવું છે કે, હવે તેની પાસે માત્ર 1.10 લાખ પાઉન્ડની એસેટ બચેલી છે અને તેની કોઈ આવક રહી નથી. મિત્તલે પોતાના લેણદારોને એક સામાન્ય ભાગ દેવાની તૈયરીમાં છે અને તેને આશા છે કે આ દેવાળીયાની સમસ્યાનું સમાધાન નીકળશે. તેણે સૌથી વધારે બ્રિટિશ વર્જિન આઈલેન્ડની કંપની ડાયરેક્ટ ઈન્વસ્ટમેન્ટ લિમિટેડ પાસેથી ઉધારી લીધી છે. જેને અંદાજે 100 કરોડ પાઉન્ડ ચુકવવાના છે.

પુત્રીના ભવ્ય લગ્ન કર્યાં હતા

પ્રમોદ મિત્તલે વર્ષ 2013માં પોતાની પુત્રી સૃષ્ટિનાલગ્ન એક ઈનવેસ્ટમેન્ટ બેંકર ગુલરાજ બહલની સાથે કર્યાં છે. તેમાં તેને પોતાના લક્ષ્મી મિત્તલની પુત્રી વનિશાના લગ્નમાં સૌથી વધારે 5 કરોડ પાઉન્ડ આશરે 485 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

પત્ની ચલાવી રહી છે ખર્ચ

મિત્તલે કહ્યું કે, મારી કોઈ આવક રહી નથી. મારી પત્ની આર્થિક રૂપથી આત્મનિર્ભર છે. અમારા બેંકખાતા અલગ છે મને તેની આવક વિશે સીમિત જાણકારી છે. મારો દર મહિનાનો આશરે 2થી 3 હજાર પાઉન્ડનો ખર્ચ મારી પત્ની અને પરિવારના લોકો ઉઠાવી રહ્યાં છે. મારી નાદારીની પ્રક્રિયાનો કાયદાકીય ખર્ચ પણ બીજા કોઈ વહન કરી રહ્યાં નથી.

કેવી રીતે થયા બર્બાદ

મિત્તલ મેટલર્જિકલ કોક ઉત્પાદક કંપની ગ્લોબલ ઈસ્પાત કોકસના ઈન્ડસ્ટ્રિઝા લુકાવાક (GIKIL)ના સહમાલિક હતા અને તેના સુપરવાઈઝરી બોર્ડના પ્રમુખ હતા. પરંતુ તેણે આ કંપનીની ઉધારી માટે વ્યક્તિગત ગેરેન્ટી આપી હતી. ત્યાંથી તેના ખરાબ દિવસોની શરૂઆત થઈ. વર્ષ 2013માં કંપની આશરે 16.6 કરોડ ડોલર ઉધારીની ચૂકવણી કરવાના નિષ્ફળ રહી. પ્રમોદ મિત્તલની પાછલા વર્ષની કંપનીના બે અન્ય અધિકારીઓની સાથે ધરપકડ કરવામાં આવી હતી. ભારતમાં પણ સાર્વજનિક કંપની સ્ટેટ ટ્રેંડિંગ કોર્પોરેશન (STC)ની સાથે આશરે 2200 કરોડ રૂપિયાની કથિત છેતરપીંડીમાં તેના ઉપર મની લોન્ડ્રીંગનો પણ કેસ ચાલી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.