ગુજરાત બાદ મુંબઈ એરપોર્ટનો વિડિયો થયો વાયરલ, 600 પોસ્ટ માટે 25 હજારથી વધુ લોકો ઈન્ટરવ્યું આપવા આવ્યા
નોકરી માટે મોટી સંખ્યામાં ભીડ ભેગી થયાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. થોડા દિવસો પહેલા જ ગુજરાતના અંકલેશ્વરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે 10 પોસ્ટ્સ પર ખાલી જગ્યા માટે 1800 થી વધુ ઉમેદવારો એક હોટલમાં પહોંચ્યા હતા, જેણે અરાજકતા સર્જી હતી. જો કે, જ્યારે આ મામલે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે વાસ્તવિકતા સાવ અલગ હતી. આ બાબતને બેરોજગારી સાથે કોઈ લેવાદેવા નહોતી, કારણ કે તે એક મોટી ખાનગી કંપનીનો વોક-ઈન ઈન્ટરવ્યુ હતો અને ભીડ અચાનક વધી ગઈ હતી.
મુંબઈ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ વર્ષા ગાયકવાડે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આ વીડિયો ટ્વીટ કર્યો અને લખ્યું, “માત્ર 600 પોસ્ટ માટે 25000 થી વધુ લોકોએ અરજી કરી હતી. એર ઈન્ડિયાના કર્મચારીઓ ભીડને સંભાળી શક્યા ન હતા.