હિંડનબર્ગ રિસર્ચના નવા રિપોર્ટ મામલે અદાણી ગ્રુપે તમામ આરોપોને ફગાવી દીધા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

હિંડનબર્ગ રિસર્ચના નવા રિપોર્ટ મામલે અદાણી ગ્રુપ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જણાવાયું છે કે આ રિપોર્ટમાં લગાવવામાં આરોપો તથ્યો સાથે ચેડા કરીને રજૂ કરવામાં આવ્યા છે. અમે હિંડનબર્ગ દ્વારા ગ્રુપ સામે કરવામાં આવેલા આ તમામ આરોપોને સંપૂર્ણપણે નકારીએ છીએ. તે અમને બદનામ કરતા દાવાઓનું ફક્ત રિસાયક્લિંગ છે. અદાણી ગ્રૂપ વતી કહેવામાં આવ્યું છે કે અગાઉ કરવામાં આવેલા આ તમામ આરોપોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે, જે સંપૂર્ણ પાયાવિહોણા સાબિત થયા છે. અગાઉ જાન્યુઆરી 2024માં સુપ્રીમ કોર્ટ દ્વારા તેને ફગાવી દેવામાં આવ્યા છે.

હિંડનબર્ગ રિપોર્ટ મામલે જાહેર કરાયેલા પોતાના નિવેદનમાં, અદાણી ગ્રુપે ફરી જણાવ્યું હતું કે, ‘અમારું વિદેશી હોલ્ડિંગ સ્ટ્રક્ચર સંપૂર્ણપણે પારદર્શક છે, જેમાં તમામ તથ્યો અને વિગતો ઘણા જાહેર દસ્તાવેજોમાં નિયમિતપણે પ્રદર્શિત થાય છે. અદાણી ગ્રુપને બદનામ કરવાના આ ઈરાદાપૂર્વકના પ્રયાસમાં, જણાવાયેલા વ્યક્તિઓ કે બાબતો સાથે કોઈ વ્યવસાયિક સંબંધ નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.