અલ્લુ અર્જુનને 14 દિવસ માટે જેલ થિયેટરમાં ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું, જામીન મંજૂર
તાજેતરમાં હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું. મહિલાના મૃત્યુ બાદ ફિલ્મ સાથે જોડાયેલા ઘણા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આજે પોલીસે આ કેસમાં અભિનેતા અલ્લુ અર્જુનની અટકાયત કરી હતી. આ પછી હવે મૃતક મહિલાના પતિનું નિવેદન આવ્યું છે.
અલ્લુ અર્જુનને કસ્ટડીમાં લીધા પછી, મૃતક મહિલાના પતિ ભાસ્કરે કહ્યું કે ‘આમાં અલ્લુ અર્જુનનો વાંક નથી. હું કેસ પાછો ખેંચવા તૈયાર છું. તમને જણાવી દઈએ કે એક્ટર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ગયા અઠવાડિયે 5 ડિસેમ્બરના રોજ દેશભરના તમામ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન પુષ્પા 2ના પ્રીમિયર દરમિયાન નાસભાગને કારણે એક મહિલાનું પણ મોત થયું હતું. મહિલાના મોતની જાણકારી મળ્યા બાદ અભિનેતા અલ્લુ અર્જુને પણ તેના પર શોક વ્યક્ત કર્યો હતો. વીડિયો જાહેર કરીને તેણે એમ પણ કહ્યું હતું કે પીડિત પરિવારને 25 લાખ રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે.
‘પુષ્પા 2- ધ રૂલ’ના પ્રીમિયર શો દરમિયાન નાસભાગમાં ગૂંગળામણને કારણે એક મહિલાના મૃત્યુના સંબંધમાં અભિનેતા અલ્લુ અર્જુન અને અન્ય લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાની ઓળખ 35 વર્ષીય રેવતી તરીકે થઈ છે. મહિલાની સાથે તેનો 13 વર્ષનો પુત્ર પણ ગૂંગળામણથી પીડાતો હતો અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતકના પરિવારની ફરિયાદના આધારે, અભિનેતા, તેની સુરક્ષા ટીમ અને સિનેમા હોલ મેનેજમેન્ટ વિરુદ્ધ ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં BNSની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
તાજેતરમાં જ સિનેમા હોલમાં એક મહિલાના મોતના મામલામાં પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. આ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની વાત થઈ હતી. હવે અલ્લુ અર્જુનને ત્રણ કલાક માં જ હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતા.
Tags Allu Arjun's jail killed woman