યુટ્યુબ પર એક વીડિયોએ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનું ટેન્શન વધાર્યું કોર્ટની નોટિસ
યુટ્યુબ પર એક વીડિયોએ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનું ટેન્શન વધારી દીધું છે. મુંબઈની એક કોર્ટે પિચાઈને તિરસ્કારની નોટિસ જારી કરી છે. ગૂગલના વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબ પર કોર્ટના આદેશનું પાલન ન કરવાનો આરોપ છે. યુટ્યુબના વિશ્વમાં લાખો વપરાશકર્તાઓ છે. ગૂગલના વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવેલ કન્ટેન્ટ ઝડપથી વાયરલ થઈ જાય છે, જેના કારણે ક્યારેક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મની બદનામી થાય છે. જો કે યુટ્યુબ ની નીતિ ઘણી કડક છે, તેમ છતાં તેના પર ઘણી વાંધાજનક સામગ્રી શેર કરવામાં આવે છે.
આદેશનું પાલન ન કરવા બદલ કાર્યવાહી
આ નોટિસ યુટ્યુબ પર અપલોડ કરાયેલા એક વીડિયોને લઈને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને પણ આપવામાં આવી છે. યુટ્યુબ પર અપલોડ કરવામાં આવેલ એક વિડીયો જેને થોડા વર્ષો પહેલા કોર્ટે હટાવવાનો આદેશ આપ્યો હતો તે યુટ્યુબ પરથી હટાવવામાં આવ્યો નથી. કોર્ટના આદેશનું પાલન ન કરવા બદલ સુંદર પિચાઈ સામે તિરસ્કારની નોટિસ જારી કરવામાં આવી છે. મુંબઈ કોર્ટના એડિશનલ ચીફ જસ્ટિસ સુંદર પિચાઈને નોટિસ મોકલીને પૂછ્યું છે કે શા માટે તેમની સામે કોર્ટની અવગણના અને તેના અગાઉના આદેશનું પાલન ન કરવા બદલ કાર્યવાહી કરવામાં ન આવે.
થોડા વર્ષો પહેલા ધ્યાન ફાઉન્ડેશને યૂટ્યૂબ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ ફાઉન્ડેશનના સ્થાપક યોગી અશ્વિની વિશે યુટ્યુબ પર એક અપમાનજનક વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો, જેમાં તેમને ‘દંભી બાબા’ કહેવામાં આવ્યા હતા. કોર્ટે આ વીડિયોને યુટ્યુબ પરથી હટાવવાનો આદેશ આપ્યો હતો. યુટ્યુબે આ આદેશનું સંપૂર્ણ પાલન કર્યું નથી, જેના કારણે કોર્ટ દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે.