રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં અકસ્માતથી કુલ 12નાં મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં એક જીપ ટ્રેઇલર સાથે અથડાતા જીપમાં સવાર ચાર મહિલા સહિત કુલ છ લોકોનાં મોત થયા છે અને સાત અન્ય લોકો ઘાયલ થયા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશના કન્નોજ જિલ્લામાં એક કાર ટ્રક સાથે અથડાતા છ લોકોના મોત થયા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું. કાર રસ્તામાં ઉભેલા ટ્રક સાથે અથડાઇ હતી.

કાનપુર રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ મોહિત અગ્રવાલના જણાવ્યા અનુસાર સવારે ચાર વાગ્યે લખનઉ-આગ્રા એક્સપ્રેસ પર અકસ્માત સર્જાયો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારે ધુમ્મસને કારણે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર તમામ છ લોકોના મોત થયા હતાં. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.રાજસ્થાનના શ્રીગંગાનગરમાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો એક જ પરિવારના હતાં. મૃતકોની ઓળખ આરજુ, સોનિયા, સુમન, મન્જુ, અનિલ અને ભવિષ્ય તરીકે કરવામાં આવી છે. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા અને મુખ્યપ્રધાન અશોક ગેહલોેતે ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.