દિલ્હી હાઈકોર્ટનો ચોંકાવનારો નિર્ણય, હવે મહિલાઓને પણ POCSO એક્ટ હેઠળ આરોપી બનાવી શકાશે
દિલ્હી હાઈકોર્ટે સોમવારે (12 ઓગસ્ટ) એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે ‘પેનિટ્રેશન સેક્સ્યુઅલ અસોલ્ટ’ના કેસમાં મહિલાઓને પણ આરોપી બનાવી શકાય છે. કોર્ટે કહ્યું કે જાતીય અપરાધો માટે કોર્ટની કાર્યવાહી માત્ર પુરૂષો સુધી મર્યાદિત નથી, હવે મહિલાઓને પણ કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
યૌન અપરાધના કેસમાં મહિલાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે
જસ્ટિસ અનુપ જયરામ ભંભાણીએ કહ્યું કે પોક્સો એક્ટ બાળકોને જાતીય ગુનાઓથી બચાવવા માટે બનાવવામાં આવ્યો હતો. ગુનો સ્ત્રી કે પુરુષે કર્યો છે, બંને સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે કલમ 3 (પેનિટ્રન્ટ સેક્સ્યુઅલ એસોલ્ટ) માં વપરાયેલ ‘વ્યક્તિ’ શબ્દને ફક્ત ‘પુરુષ’ના સંદર્ભમાં જ વાંચવો જોઈએ તેવું કોઈ કારણ નથી.
જાણો શું છે મામલો જેના કારણે કોર્ટે આપ્યો આ નિર્ણય
હાઈકોર્ટનો આ નિર્ણય ગયા અઠવાડિયે પોક્સો કેસના એક આરોપીની અરજી પર આવ્યો છે. જેમાં એવી દલીલ કરવામાં આવી હતી કે તે એક મહિલા હોવાથી તેના પર ‘પેનિટ્રેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ’ના ગુના માટે કાર્યવાહી કરી શકાય નહીં.
તેની સામેના આરોપો ઘડવા અંગે પ્રશ્ન ઉઠાવતા, આરોપીએ દલીલ કરી હતી કે જોગવાઈનું વાંચન દર્શાવે છે કે સર્વનામ ‘તે’ નો વારંવાર પુરૂષને સંબોધવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનો અર્થ એ થયો કે વિધાનસભાનો ઈરાદો માત્ર પુરૂષ ગુનેગાર સામે પગલાં લેવાનો હતો.
Tags HIGH COURT india Rakhewal