શ્રદ્ધા કેસમાં એક નવો વળાક, જે હથિયારથી શ્રદ્ધાના ટુકડા કરવામાં આવ્યા હતા તે મળી આવ્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દિલ્હી પોલીસ માટે પડકાર બની ગયેલા શ્રધ્ધા મર્ડર કેસમાં પોલીસના હાથમાં એક મહત્વની સફળતા હાથ લાગી છે. આ હત્યા કેસમાં આફતાબે જે હથિયાર વડે શ્રદ્ધાના ટુકડા કરી નાખ્યા હતા. તે હથિયાર પોલીસને મળી આવ્યું છે. શ્રદ્ધા વોકર મર્ડર કેસના આરોપી આફતાબ પૂનાવાલાનો પોલીગ્રાફી ટેસ્ટ ચાલી રહ્યો છે. જો બધુ બરાબર રહેશે, તો પોલીસ ટૂંક સમયમાં નાર્કો ટેસ્ટ કરાવશે અને આફતાબ સામે પોતાનો કેસ મજબૂત કરશે. આજે પોલીસ આરોપીને તિહાર જેલમાંથી બહાર કાઢીને રોહિણી ખાતે FSL ડાયરેક્ટર પાસે લઈ ગઈ છે.
જ્યાં તેના ટેસ્ટ ચાલી રહ્યા છે. ગુનામાં વપરાયેલ હથિયારની રિકવરી પોલીસ માટે મોટી સફળતા છે. કોઈપણ હત્યાના કેસમાં લાશ અને જે હથિયાર વડે તેની હત્યા કરવામાં આવી હતી તે ખૂબ જ મહત્વનો પુરાવો માનવામાં આવે છે. પોલીસે શ્રધ્ધાને અનેક ટુકડાઓ કબજે કરી લીધા હતા. પરંતુ, હથિયારની શોધ ચાલુ હતી. હત્યામાં વપરાયેલ હથિયાર મળ્યા બાદ પોલીસનો પક્ષ ખૂબ જ મજબૂત બન્યો છે. પોલીસ હથિયાર તેમજ ઘટના બાદ આફતાબના ફ્લેટમાં આવેલી મહિલાને શોધી રહી હતી. આફતાબે આ મહિલાને શ્રદ્ધાની વીંટી ભેટમાં આપી હતી. પોલીસ તે મહિલા સુધી પહોંચી ગઈ હતી. પરંતુ, આજે શ્રદ્ધાની વીંટી પણ મળી આવી હતી.
પોલીસ માટે પણ આ મહત્વનો સુરાગ બની રહેશે. એવું માનવામાં આવે છે કે, આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેના હાથમાંથી આ વીંટી કાઢી નાખી હતી અને તેના શરીરના ટુકડા કરી નવી ગર્લફ્રેન્ડને ભેટમાં આપી હતી. આફતાબના ડ્રગ્સ કનેક્શન સાથે જોડાયેલા તાર પણ સામે આવ્યા છે. ગુજરાતની સુરત પોલીસે તેના મિત્રની ધરપકડ કરી છે. જે ડ્રગ્સનો વેપારી હોવાનું કહેવાય છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ ફૈઝલ મોમીન તરીકે કરવામાં આવી છે અને તેને મુંબઈથી ઝડપી લેવામાં આવ્યો છે. તેણે પોલીસને આપેલા નિવેદનો પણ આ કેસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પોલીસ હજુ પણ આફતાબ પાસેથી શ્રદ્ધાનો મોબાઈલ ફોન રીકવર કરી શકી નથી.
તેને અનેકવાર પૂછવામાં આવ્યું છે કે, તેણે તે મોબાઈલ ફોન ક્યાં રાખ્યો હતો. પરંતુ, અત્યાર સુધી તેણે આ રહસ્ય પોલીસથી છુપાવી રાખ્યું છે. આફતાબને ફાંસી સુધી પહોંચાડવામાં શ્રદ્ધા અને આફતાબનો મોબાઈલ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પોલીસ કોઈક રીતે બંનેના મોબાઈલ મેળવવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારબાદ પોલીસ પોતાનો પક્ષ વધુ મજબૂત કરી શકશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.