સુપ્રીમ કોર્ટમાં આંદોલન અંગે સુનાવણી ટળી, CJIએ કહ્યું- શહેરને જામ ન કરી શકો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 22મો દિવસ છે. સુપ્રીમ કોર્ટમાં ખેડૂત આંદોલન માટેની સુનાવણી હાલ ટળી ગઈ છે. કોર્ટમાં કોઈ ખેડૂત સંગઠન ન હોવાના કારણે કમિટિ અંગે નિર્ણય થઈ શક્યો નથી. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે તે ખેડૂતો સાથે વાત કરીને જ પોતાનો નિર્ણય સંભળાવશે. આગળ આ મામલાની સુનાવણી બીજી બેન્ચ કરશે. સુપ્રીમ કોર્ટમાં શિયાળાની રજા છે,એવામાં વેકેશન બેન્ચ આની સુનાવણી કરશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ખેડૂતોનો મામલો ઝડપથી રાષ્ટ્રીય મુદ્દો બનવાનો છે, જેનો નિવેડો લાવવા માટે એક્સપર્ટ કમિટી બનાવવી જોઈએ, જેમાં ખેડૂત સંગઠનો અને સરકાર સાથે એગ્રિકલ્ચર એક્સપર્ટ પણ સામેલ થાય. કોર્ટે કોમેન્ટ કરી કે એવું લાગી રહ્યું છે કે કેન્દ્ર અને ખેડૂતોની અત્યારસુધીમાં જે વાતચીત થઈ છે એનાથી કોઈ નિવેડો નથી આવવાનો.

અપડેટ્સ

ટિકરી બોર્ડર પર આંદોલનમાં સામેલ 37 વર્ષના જયસિંહને હાર્ટ અટેક આવવાથી ગુરુવારે મોત થયું છે. તે બઠિંડાના તુંગવાલી ગામનો રહેવાસી હતો. આંદોલનમાં સામેલ લોકોમાંથી અત્યાર સુધી 7 અલગ અલગ કારણે મોત થઈ ચૂક્યાં છે.

ભારતીય ખેડૂત યૂનિયનના નેતા એમ એસ રાયનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટની નોટિસ નથી મળી. જ્યારે મળશે, ત્યારે તમામ ખેડૂત સંગઠન ચર્ચા કરીને આગળ નિર્ણય કરશે.

નાના વેપારીઓના હિતો માટે કામ કરનાર કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પીયૂષ ગોયલને ચિઠ્ઠી લખી છે. તેમનું કહેવું છે કે ખેડૂતોના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે જે કમિટિ બનાવી છે તેના માટે કહ્યું કે, તેમાં પણ CAITને પણ સામેલ કરવામાં આવે.

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં ઘણા ખાપોએ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે. આ ખાપ આજે દિલ્હીની સરહદ પર વિરોધપ્રદર્શનમાં જોડાશે.

65 વર્ષના સંત બાબા રામ સિંહ સિંધુ બોર્ડર પર ખેડૂતોના ધરણાંમાં સામેલ હતા. બુધવારે તેમને મંચ પર પાઠ કરવાના હતા, એટલા માટે મંચ પાસે જ ઊભા હતા. બપોરે 2.30 વાગ્યે તેમણે તેમના ડ્રાઈવર અને સાથીને થોડેક દૂર મોકલ્યા અને અચાનક પોતાની જાતને ગોળી મારી દીધી. તેમની સુસાઈડ નોટ પણ મળી છે, જેમાં લખ્યું છે કે મારું આ પગલું ખેડૂતોના હક અને સરકારના અત્યાચાર વિરુદ્ધ છે. ખેડૂતોનું દુઃખ સાંભળીને દુઃખી છું

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.